રાશિ ખન્ના સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો સિદ્ધાર્થ
મુંબઈ, સિદ્ધાર્થ મલ્હાત્રા અને રાશિ ખન્ના આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ યોદ્ધાને લઇને સતત ચર્ચામાં બની રહે છે. હાલમાં આ જોડી જયપુરમાં નજરે પડી હતી. સિદ્ધાર્થ મલ્હાત્રા અને રાશિ ખન્નાએ ફિલ્મ યોદ્ધાનું ફર્સ્ટ સોન્ગ જયપુરમાં લોન્ચ કર્યુ હતુ.
આ દરમિયાન બન્ને એક્ટર્સ હાથમાં હાથ નાખીને સ્પોટ થયા. ફિલ્મના પ્રમોશન માટે એક્ટર્સનો આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો જોયા પછી સિદ્ધાર્થ અને કિયારાના ફેન્સ સરપ્રાઇઝ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ ઇન્સ્ટન્ટ બોલિવૂડે યોદ્ધાના પ્રમોશનથી રાશિ ખન્ના અને સિદ્ધાર્થ મલ્હાત્રાનો આ વિડીયો શેર કર્યો છે જે જોઇને ફેન્સ હેરાન થઇ ગયા છે. કિયારા અડવાણીના અનેક ફેન્સ આ વિડીયો જોઇને આશ્વર્યચકિત થઇ ગયા છે.
આ વિશે અનેક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે. આ વિડીયો જોઇને એક યુઝર્સે કોમેન્ટ કરી છે કે..મને કિયારાની તરફથી ખૂબ ખરાબ લાગી રહ્યું છે.
જ્યારે બીજા ફેને લખ્યુ છે કે આ બન્નેએ જાણે લગ્ન કર્યા હોય એમ કેમ વર્તન કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે પ્રમોશન દરમિયાન વેન્યુ પર જતા એક્ટ્રેસ રાશિ ખન્ના સિદ્ધાર્થનો હાથ પકડીને જોવા મળી રહ્યો છે. એક્ટરે થોડી વાર માટે એક્ટ્રેસનો હાથ પકડે છે, પરંતુ પછી હાથ છોડીને ભીડમાંથી નિકળવામાં મદદ કરતો જોવા મળે છે.
સિડ અને કિયારાએ અનેક ફેન્સની સામે આવીને સિદ્ધાર્થ મલ્હાત્રાના વખાણ કરીને જેન્ટલમેન બતાવ્યા છે. સિદ્ધાર્થ મલ્હાત્રા, રાશિ ખન્ના અને દિશા પટની સ્ટારર ફિલ્મ યોદ્ધા ૧૫ માર્ચના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવાની છે. કરણ જોહરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઇને દર્શકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને ૧૩,૦૦૦ કં ની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આમ, તમને જણાવી દઇએ કે બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે.SS1MS