સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ૧ થી ૩ માર્ચ દરમિયાન ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર એ વર્ષ ૨૦૨૩ની વૈશ્વિક સ્તરે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવણી કરી હતી. રાજ્ય સરકારે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે પણ વિશેષ આયોજન કર્યું છે. કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૧ થી ૩ માર્ચ દરમિયાન ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ૧ થી ૩ માર્ચ દરમિયાન બપોરના ૪ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મિલેટ થીમ પર વિવિધ પ્રકારનાં સ્ટોલ, હેન્ડીક્રાફટ વેચાણના સ્ટોલ, મિલેટ અને મિલેટ ફુડ પ્રોડકટસના સ્ટોલ, મિલેટ બેઇઝડ લાઇવ ફૂડ ઝોન તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આ ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’માં જાહેર જનતા માટે પ્રવેશ નિ:શુલ્ક (ઓપન ફોર ઓલ) રહેનાર છે.