Western Times News

Gujarati News

ભારતમાં જમીન ખરીદવાની મહત્તમ મર્યાદા બધા રાજ્યોમાં અલગ-અલગ

નવી દિલ્હી, ભારતના સંવિધાને દેશના બધા નાગરિકોને સમાન અધિકારી અને ન્યાયપૂર્ણ જીવન આફવાનો અધિકાર આપ્યો છે. પરંતુ, ક્યારેક-ક્યારેક જાણકારીના અભાવમાં માણસ ભૂલ કરી બેસે છે અને ત્યારે પછતાવો થાય છે, જ્યારે તે કાયદાની જાળમાં ફંસાઈ જાય છે. એક કાયદા વિશે જણાવવાનું છે કે, જેનું ઉલ્લંઘન દરેક વ્યક્તિ અથવા તેમની આસપાસ રહેતા લોકો કરે છે.

જો કે, મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ જાણકારીના અભાવમાં કરે છે. સોના, ચાંદી અને રૂપિયાના પ્રકારે જમીન રાખવાની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે એક નિશ્ચિત મર્યાદા કરતા વધારે જમીન મળે છે, તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જાણકારી અનુસાર, ભારતમાં ખેતી યોગ્ય જમીન કેટલી મર્યાદા સુધી રાખી શકાય છે, તેને લઈને કોઈ કાયદો નથી.

પરંતુ દેશભરમાં દરેક રાજ્યોએ જમીન રાખવાની એક નિશ્ચિત મર્યાદા નક્કી કરી રાખી છે, એટલા માટે એવું નથી કે તમે ૧૦૦ એકર અને ૧૦૦૦ એકર જમીન ખરીદી રાખી શકો છો. પરંતુ ભારતમાં જમીન ખરીદવાની મહત્તમ મર્યાદા બધા રાજ્યોમાં અલગ-અલગ છે.

પૂરા દેશમાં જમીન રાખવા માટે એક સરખો કાયદો નથી. ભારતમાં જમીનદારી પ્રથા નાબૂદ કર્યા પછી, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ અધિકાર આપી દીધો છે.

દેશમાં વ્યક્તિ ઈચ્છે તેટલી જમીન ધરાવી શકતો નથી. ભારતમાં જમીન ખરીદવાની મર્યાદા વિવિધ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવી છે. દરેક રાજ્યોએ ખેતીલાયક જમીનની મર્યાદા નક્કી કરી છે. આ માટે આખા દેશમાં એક સમાન કાયદો નથી.

જમીન સુધારો અધિનિયમ ૧૯૫૪ દેશમાં જમીનદારી પ્રથાને નાબુદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ આવ્યા બાદ દરેક રાજ્યોના જમીન રાખવા મુદ્દે નિયમ અલગ-અલગ છે.

કેરળમાં, લેન્ડ એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૬૩ હેઠળ, અપરિણીત વ્યક્તિ ફક્ત ૭.૫ એકર સુધીની જમીન ખરીદી શકે છે. તે જ સમયે, ૫ સભ્યોનો પરિવાર ૧૫ એકર સુધીની જમીન ખરીદી શકે છે. મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન તે જ ખરીદશે જેઓ પહેલેથી જ ખેતીમાં છે.

અહીં મહત્તમ મર્યાદા ૫૪ એકર છે. પશ્ચિમ બંગાળમાં વધુમાં વધુ ૨૪.૫ એકર જમીન ખરીદી શકાય છે. તે જ સમયે, બિહારમાં તમે ૧૫ એકર સુધીની ખેતીની જમીન ખરીદી શકો છો. હિમાચલ પ્રદેશમાં ૩૨ એકર જમીન ખરીદી શકાય છે. કર્ણાટકમાં ૫૪ એકર જમીન ખરીદી શકાય છે અને અહીં પણ મહારાષ્ટ્રનો નિયમ લાગૂ છે. ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ મહત્તમ ૧૨.૫ એકર ખેતી યોગ્ય જમીન ખરીદી શકે છે.

દેશમાં દરેક રાજ્યોને એટલા માટે જમીન બનાવવાનો કાયદો આપવામાં આવ્યો છે, કારણ કે તેમની ભૌગોલિક સ્થિતિ અલગ છે. સ્થાનિક નિવાસી, આદિવાસી ભૂમિ, લાલ ડોરાની જમીન ઘણા પ્રકારની જમીન સરકારની પાસે છે, જેના પર રાજ્ય સરકારોને હક આપવામાં આવ્યો છે. જો પડોશીં દેશ પાકિસ્તાનની વાત કરીએ, તો અહીં પ્રોપર્ટી હેરિટન્સ એક્ટમાં જમીન રાખવાની જોગવાઈ છે.

પરંતુ અહીં પણ ભારતની જેમ દરેક રાજ્યના નિયમો અલગ-અલગ છે. આ જ સ્થિતિ બાંગ્લાદેસમાં પણ છે. બાંગ્લાદેશમાં પણ જમીન રાખવા માટે કોઈ નક્કી કાયદો નથી. અંગ્રેજો દ્વારા પસાર કરાયેલા કાયદા હજુ પણ ત્રણેય દેશોમાં સંશોધિત સ્વરૂપમાં લાગુ છે. એકંદરે, ભારતમાં, જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જમીન ધરાવો છો, તો તમારે જેલ જવું પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.