Western Times News

Gujarati News

બ્રિટિશ ભારતીય કપલે અમેરિકામાં પ્રતિબંધિત દવાઓ ઘૂસાડી?

નવી દિલ્હી, વિદેશમાં રહેતા ભારતીયો સખત મહેનત કરીને સફળતા મેળવે છે અને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા ધંધા કરે છે જેના કારણે આકરી સજા ભોગવવી પડે છે.

એક અત્યંત ધનાઢ્ય બ્રિટિશ-ભારતીય કપલની કહાણી પણ કંઈક આવી જ છે. ૪૫ વર્ષના કિરણજિત ઘુમાન અને ૪૬ વર્ષના સુખજિત સિંહ ઘુમાન પર ભારતમાંથી અમેરિકામાં વાંધાજનક દવાઓ ઘુસાડવાનો આરોપ લાગ્યો છે.

આવા પદાર્થોની હેરાફેરી કરવામાં તેમને લાંબી સજા થાય અને તેમને બ્રિટનમાંથી પકડીને યુકે મોકલી દેવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાએ આ બંનેને પકડવા માટે ગયા વર્ષે પ્રત્યાર્પણની વિનંતી કરી હતી. હવે બંનેની એરેસ્ટ થઈ ગઈ છે. આ ભારતીય મૂળનું દંપતી યુકેમાં વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ હાજર થયું હતું. કોર્ટે ૧૬ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની પ્રત્યાર્પણની સુનાવણી નક્કી કરી છે.

આ દંપતીએ કેટલીક પ્રતિબંધિત દવાઓ અમેરિકામાં ઘૂસાડી હોવાનો આરોપ છે. તેમણે અમેરિકાના કેટલાક સ્ટેટમાં મંજૂરી વગરની દવાઓ વેચી હતી. આ ઉપરાંત તેમણે આવી દવાઓ વિકસાવવા અને તેને ડેવલપ કરીને અમેરિકન બજારમાં વેચવા માટે લાખો ડોલર પણ મળ્યા હતા. આ રીતે અમેરિકામાં ઈલિગલ રીતે મેડિસિનનો ધંધો ચલાવવા બદલ આ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

એક બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે સુખી ઘુમાન અને કિરણ ઘુમાને ફેફસા અને પેનક્રિયાટિક કેન્સરની સસ્તી અને અનરેગ્યુલેટેડ દવાઓ વેચી હતી. આમ કરીને તેમણે જંગી નફો મેળવ્યો હતો. જોકે, આ દંપતીએ પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

સુખી અને કિરણે ભારત અને શ્રીલંકાથી દવાઓ મેળવીને અમેરિકામાં ઘૂસાડી હતી. તેઓ કેલિફોર્નિયા અને એરિઝોનામાં મેડિકલ ક્લિનિક ધરાવે છે જ્યાં પેશન્ટ્‌સને આ દવાઓ આપવામાં આવી હતી. કેટલાક દર્દીઓને તો એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી દવાઓ પણ આપવામાં આવી હતી.

કિરણજિત ઘુમાન અને સુખજિત સિંહ ઘુમાન પર આરોપ છે કે તેમણે ભારતમાંથી કેટલીક દવાઓની વ્યવસ્થા કરી હતી જેને અમેરિકામાં ઘૂસાડવામાં આવી હતી. ત્યાર પછી આ દવાઓ કેન્સરના દર્દીઓ અને હ્યુમેટિક દર્દના પેશન્ટને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.

સુખજિત સિંહ કેલિફોર્નિયા અને એરિઝોના ખાતે ઓક્ટાવિયન નામની કંપનીના ગ્રૂપ સીઈઓ છે. તેઓ અગાઉ અમેરિકામાં રહેતા હતા પરંતુ વર્ષ ૨૦૦૩માં તેઓ યુકે આવી ગયા હતા. આ દંપતીએ તેની સામેના તમામ આરોપો નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કેસલડી રહ્યા છે.

આ દંપતીને જામીન આપતી વખતે એવી શરત રાખવામાં આવી છે કે તેઓ રાતથી લઈને વહેલી પરોઢ સુધી પોતાના ઘરમાં જ રહેશે. તેમને ઘરની બહાર જઈને કોઈ પણ પ્રવૃત્તિ કરવાની મનાઈ છે. યુકે પોલીસે તેમના પાસપોર્ટ, અમેરિકન ગ્રીન કાર્ડ અને ભારતીય આઈડી કાર્ડ્‌સ જપ્ત કરી લીધા છે. તેમણે દર બુધવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. બંનેએ ૧૫-૧૫ હજાર પાઉન્ડના જામીન પણ ભર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.