Western Times News

Gujarati News

ભારતમાં ફરાર છે બ્રિટિશ એરવેઝનો સુપરવાઈઝર

નવી દિલ્હી, બ્રિટિશ એરવેઝના એક સુપરવાઈઝર પર ત્રણ મિલિયન પાઉન્ડના ઈમિગ્રેશન કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ સુપરવાઈઝરે હીથ્રો ચેક-ઈન ડેસ્કમાંથી લગભગ પાંચમાં ત્રણ મિલિયન પાઉન્ડનું ઈમિગ્રેશન કૌભાંડ આચર્યું છે.

જોકે, હાલમાં તે ભારતમાં ભાગતો ફરે છે. આ શંકાસ્પદ શખશ ટર્મિનલ-૫ પર કામ કરતો હતો. તે ગ્રાહકોને મહત્વના વિઝા ડોક્યુમેન્ટ્‌સ વગર જ બ્રિટિશ એરવેઝ નેટવર્ક દ્વારા મોકલવા માટે છટકબારીનો દુરુપયોગ કરતો હતો. આ માટે તે ગ્રાહક પાસેથી ૨૫,૦૦૦ પાઉન્ડ જેવી માતબર રકમ લેતો હતો. યુકેની પોલીસ ભારતનીય પોલીસ સાથે મળીને તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ધરપકડ બાદ જામીન મળ્યા પછી આ શખસ પોતાના બ્રિટિશ એરવેઝ ગ્રાઉન્ડ સર્વિસિસ પાર્ટનર સાથે ગાયબ થઈ ગયો છે. તેણે મોટા ભાગે ભારતમાંથી ગ્રાહકો મળી રહેતા હતા.

જેઓ ટેમ્પરરી વિઝા પર યુકે જતાં હતા જ્યાં તે શખસ તેના માટે જેટની વ્યવસ્થા કરી આપતો હતો. અન્ય ગ્રાહકો યુકેમાં આશ્રય ઈચ્છતા લોકો હતા જેમને પોતાના દેશમાં પાછા ફરવાનો ડર હતો.

વર્ષોથી બ્રિટિશ એરવેઝની ટોરન્ટો અથવા વેનકુંવગની બ્રિટિઝ એરવેઝ ફ્લાઈટ્‌સમાં ટ્રાવેલ કરીને આવ્યા બાદ તરત જ આશ્રય માંગનારાની સંખ્યા વધવાના કારણે કેનેડિયન સત્તાવાળાઓએ ચેતવણી જાહેર કરી હતી. જેના કારણે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે, આ તમામ લોકોને એક જ વ્યક્તિ દ્વારા ચેક-ઈન કરવામાં આવ્યા હતા. જેણે ખોટી રીતે ચકાસ્યું હતું કે પ્રવાસીઓ પાસે પસંદ કરેલા દેશમાં પ્રવેશવા માટે ઈટીએ એટલે કે ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન છે.

પેસેન્જર દ્વારા તેના મૂળ દેશમાં જ ઈટીએ માટે અરજી કરી શકાય છે અને બ્રિટિશ એરવેઝ અધિકારીની મદદ વિના તેને નકારી કાઢવામાં આવે છે. છ જાન્યુઆરીના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં જામીન મળ્યા બાદ તે હીથ્રોથી ભારત આવી ગયો હતો.

કહેવાય છે કે ભારતમાં તેણે ઘણા ઘર ખરીદ્યા છે. બ્રિટનના એક મીડિયા અહેવાલ પ્રમાણે, તે એ છટકબારી જાણતો હતો કે હવે ઈમિગ્રેશન તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી પરંતુ એરલાઈનના સ્ટાફ પર છોડી દેવામાં આવે છે.

તેણે ખોટા ડેટા ઈનપુર કરીને અને ઈટીએ દસ્તાવેજો સુરક્ષિત હોવાનો દાવો કરીને તેણે ઘણા લોકોને એવા દેશોમાં પહોંચાડ્યા જ્યાં તેમને પ્રથમ વખત પ્રવેશવાની મંજૂર મળતી નથી. જે-તે દેશમાં જઈને બોગસ પેસેન્જર્સ પોતાના દસ્તાવેજો ફાડી નાંખે છે અને આશ્રય મેળવવા માટે દાવો કરે છે.

મીડિયા અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા લોકો કેનેડા જવા ઈચ્છતા હતા તેથી તેની ચૂકવણી કરવા માટે તેઓ બ્રિટન ગયા હતા. ઘણા લોકો ૧૦ વર્ષ સુધી યુકે ઈમિગ્રેશન સિસ્ટમમાં અટવાયેલા હતા અને તેમને ડર હતો કે તેમને તેમના મૂળ દેશમાં પાછા મોકલી દેવામાં આવશે.

આ એક બુદ્ધિશાળી યોજના હતી અને તેની મદદથી તેણે લાખો રૂપિયા બનાવ્યા છે. જોકે, હકિકતમાં શું બન્યું છે તે અંગે હજી કોઈ જાણતું નથી. બ્રિટિશ એરવેઝના સૂત્રોએ જણાવ્યું હતું કે, એરલાઈને સુપરવાઈઝર અને તેના પાર્ટનરના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દીધા હતા.

બ્રિટિશ એરવેઝ હાલમાં તપાસમાં અધિકારીઓને મદદ કરી રહ્યું છે. બીજી તરફ યુકે હોમ ઓફિસનું કહેવું છે કે હાલમાં તપાસ ચાલી રહી છે તેથી આ અંગે કંઈ કહેવું યોગ્ય રહેશ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.