Western Times News

Gujarati News

વડોદરા રિસોર્ટ રાઇડ મોતઃ  મેનેજર અને ડ્રાઇવરની ધરપકડ થઇ

રિસોર્ટમાં ફરતી બસ એ હકીકતમાં કારમાંથી મોડીફાઇડ કરાઇ હતી અને બસના મામલામાં મંજૂરી લેવાઇ ન હતી

અમદાવાદ,  વડોદરાના પાદરાના મુજપુર બ્રિજ (Mujpur Bridge, Padra, Vadodara) પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં રાઇડની (Mahi Water Resort ride) મજા માણી રહેલા સ્ટુડન્ટનું માથું પોલ સાથે ભટકાતા મોત નીપજ્વાના ચકચારભર્યા કેસમાં વડોદરા પોલીસે આજે રિસોર્ટના મેનેજર પિયુષ વસોયા (Resort Manager Piyush Vasoya & Bus driver Prakash Parmar) અને બસના ડ્રાઇવર પ્રકાશ પરમારની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રિસોર્ટમાં ફરવા માટે બનાવાયેલી બે માળની બસને કારમાંથી મોડિફાઈડ કરવામાં આવી હતી.

વાસ્તવમાં આ મીની બસ મારૂતિવાનમાંથી મોડિફાઇડ (Minibus modified from Maruti Van) કરીને બનાવવામાં આવી હતી. બસ ચલાવનારા ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નહી હોવાનું સામે આવ્યું હતુ. જેથી હાલ પોલીસે રિસોર્ટના મેનેજર પિયુષ વસોયા અને ડ્રાઇવર પ્રકાશ પરમારની ધપરકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મહી વોટર રિસોર્ટમાં ફરવા આવેલા અમદાવાદના કાંકરિયાની દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જીમિલ ગોપાલભાઈ કવૈયાનું કરૂણ મોત નીપજ્યું હતું. (Ahmedabad Diwan Ballubhai School (Kankaria) School Student Jimil Gopalbhai Kavaya)

રિસોર્ટમાં ફરવા માટે બનાવેલ મોડી ફાઈડ બે માળની મીની બસ મારૂતિ વાનમાંથી બનાવવામાં આવી હતી.આ મીની બસ માટે આરટીઓની કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી નહોતી. મીની બસ ચલાવનાર ડ્રાઇવર પાસે કોઈપણ પ્રકારનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું. જેથી રિસોર્ટના માલિક શૈલેશ શાહ, મેનેજર પિયુષ વસોયા, અને મીની બસના ડ્રાઇવર પ્રકાશ પરમાર વિરૂધ્ધ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોતાના આર્થિક લાભ હેતુસર ફોર વ્હીલર ગાડીને આરટીઓની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મોડિફાઇડ કરી બે માળની મીની બસ બનાવી રિસોર્ટમાં ફેરવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં પોલીસે તપાસ સઘન અને તેજ બનાવી આ પ્રકરણમાં રિસોર્ટના મેનેજર અને ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ જારી રાખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.