મુસ્લિમ દેશોની આંખમાં ફરી આર્ટિકલ ૩૭૦ ખટક્યું
મુંબઈ, યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ ૩૭૦ ગત ૨૩ ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થઇ હતી. રિલીઝની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓપિસ પર ધૂમ મચાવી દીધી. ફિલ્મે ફક્ત ૩ જ દિવસમાં ૩૪.૭૧ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પરંતુ આ ફિલ્મ મુસ્લિકમ દેશોની આંખમાં ખટકવા લાગી છે. આટલું જ નહીં ‘ખાડી દેશોએ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફારસની ખાડી નજીક આવેલા ૬ મુસ્લિમ દેશોને ખાડી દેશ કહેવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કુવૈત, ઓમાન, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર અને બહેરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ ૬ દેશોમાંથી ‘સંયુક્ત અરબ અમીરાતે’ આર્ટિકલ ૩૭૦ પર પ્રતિબંધ નથી લગાવ્યો.
અન્ય ૫ દેશોમાં આ ફિલ્મને બૅન કરી દેવામાં આવી છે. જો કે ‘આર્ટિકલ ૩૭૦’ પહેલી એવી બોલિવૂડ ફિલ્મ નથી, જેના પર બૅન લગાવવામાં આવ્યો હોય. તેની પહેલા પણ ઘણી ફિલ્મો પર મુસ્લિમ દેશ બૅન લગાવી ચુક્યા છે. આર્ટિકલ ૩૭૦’ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય સુહાષ જાંભાલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી યામી ગૌતમના પતિ આદિત્ય ધર, અર્જૂન ધવન અને ડાયરેક્ટર આદિત્યએ લખી છે.
ફિલ્મમાં યામી ગૌતમની સાથે અરુણ ગોવિલે પણ લીડ રોલ કર્યો છે. અરુણ ગોવિલ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કર્યો છે. ફિલ્મની સ્ટોરી કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ ૩૭૦ની આસપાસ ફરે છે. મોદી સરકારે આ ધારાને કાશ્મીરમાંથી હટાવી દીધી છે.
જો કે આ ફિલ્મના ઘણા વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસનીય પોસ્ટ પણ કરી છે. આ ઉપરાંત ફિલ્મને રેટિંગના મામલે પણ લોકોએ આગળ રાખી છે. આઈએમડીબી પર આ ફિલ્મને ૧૦થી ૮.૮ રેટિંગ આપવામાં આવી છે.
તેવામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા જ દિવસે ૫ કરોડ ૯ લાખ રૂપિયાનું કલેક્શન કરીને સૌને ચોંકાવી દીધાં હતાં. તે બાદ ફિલ્મના રિવ્યૂ પણ શાનદાર રહ્યાં. જેનાથી બીજા દિવસે પણ થિયેટર્સમાં લોકો ફિલ્મ જોવા પહોંચ્યા.
ફિલ્મે બીજા દિવસે ૭ કરોડ ૪ લાખ રૂપિયાની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મના ઘણા વખાણ પણ થઇ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મનો ઉલ્લેખ પોતાના એક ભાષણમાં કર્યો. ફિલ્મે ત્રીજા દિવસે ૯ કરોડ ૬ લાખ રૂપિયાની કમાણી કરીને મેકર્સને ખુશ કરી દીધાં. હજુ પણ ફિલ્મ સિનેમાઘરોમાં સતત છવાયેલી છે. ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી ૩૬ કરોડની પાર પહોંચી ગઇ છે.
જલ્દી જ ફિલ્મ ૫૦ કરોડના ક્લબમાં સામેલ થઇ શકે છે. ફિલ્મે ભારત સહિત ખાડી દેશોમાં પણ સારો બિઝનેસ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આ ફિલ્મને ખાડી દેશોમાં યુએઇ સિવાય તમામ દેશોમાં બૅન કરી દેવામાં આવી છે.SS1MS