અભિનેત્રી તાપસી પન્નુ પ્રભુતામાં પગલા પાડશે
મુંબઈ, હાલના દિવસોમાં એવા ન્યૂઝ આવી રહ્યા છે કે તાપસી પન્નુ લગ્નના બંધનમાં બંધાય શકે છે. આ દિવસોમાં બોલિવુડમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદા પણ માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ દરમિયાન હવે તાપસી પન્નુ વિશે પણ આવા જ સમાચાર આવી રહ્યા છે. મીડિયાના રિપોર્ટ મુજબ તાપસી અને તેના બોયફ્રેન્ડ મેથિયાસ બોએ પણ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના લગ્ન આવતા મહિને એટલે કે માર્ચમાં થશે.
આ કાર્યક્રમ ઉદયપુરમાં યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને શીખ અને ખ્રિસ્તી ધર્મના રિવાજો અને પરંપરાઓ અનુસાર લગ્ન કરશે. જો કે આ સંબંધમાં તાપસી કે તેના બોયફ્રેન્ડ મેથિયાસ તરફથી હજુ સુધી કંઈ ઓફિશિયલી કહેવામાં આવ્યું નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના લગ્ન પરિવાર અને મિત્રોની હાજરીમાં જ થશે.
આ લગ્નમાં બોલિવૂડના કોઈ મોટા સ્ટાર્સ હાજરી આપવાના નથી. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા ૧૦ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાપસીએ એક વખત પોડકાસ્ટમાં કહ્યું હતું કે, તે જ્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી હતી ત્યારે તે મેથિયાસને મળી હતી. તમને જણાવી દઈએ કે મેથિયાસ બોએ ડેનમાર્કનો રહેવાસી છે. બેડમિન્ટન ખેલાડી તરીકે તે ઓલિમ્પિક મેડલ વિજેતા અને યુરોપિયન ચેમ્પિયન છે.
જો કે તેઓ વર્ષ ૨૦૨૦માં નિવૃત્ત થયા હતા. જો કે તાપસીના કરિયરની વાત કરીએ તો તે ૨૦૧૩થી બોલિવૂડમાં કામ કરી રહી છે. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ચશ્મે બદ્દૂર હતી. છેલ્લી વખત તે શાહરૂખ ખાન સાથે ‘ડંકી’માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૩માં રિલીઝ થઈ હતી, જેણે વિશ્વભરમાં ૪૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.SS1MS