Western Times News

Gujarati News

લગ્નના ૫ દિવસ બાદ સામે આવી રકુલની મહેંદીની તસવીરો

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તાજેતરમાં ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા અને હવે લગભગ ૫ દિવસ બાદ તેમના પ્રી-વેડિંગ ફંક્શનની સુંદર તસવીરો સામે આવી છે. રકુલ અને જેકી ધીમે ધીમે તેમના વેડિંગ સેરેમનીની ઝલક શેર કરી રહ્યા છે અને શેર કરેલી તસવીરો તેમની મહેંદી સેરેમનીની છે.

રકુલે પ્રી-વેડિંગમાં મહેંદી માટે ઓરેન્જ કલરનો આઉટફિટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેકી ભગનાની પણ આ પ્રસંગે મેચિંગ આઉટફિટ પહેરીને જોવા મળ્યો છે. આ તસવીરમાં રકુલ ડ્રમ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની સુંદર પળનો આનંદ માણતા જોવા મળે છે. આ તસવીરો જોઈને લોકો સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે એક્ટ્રેસ લગ્ન કરતાં મહેંદી આઉટફિટની આ તસવીરોમાં વધુ સુંદર લાગી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.