કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના શ્વાસ અદ્ધર
ડીસા, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવાઇ છે. અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા સૂચના અપાઈ છે. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.
કમોસમી માવઠું થાય તો ખેડુતોને મોટું નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્રારા જિલ્લામાં બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેતીવાડી માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ અંગે સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે. બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતિત છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે મંગળવારે આપેલી આગાહીમાં પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, પહેલા ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરી છે. એકથી ત્રણ માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે તેમ પણ જણાવ્યુ છે. જ્યારે બીજી માર્ચના રોજ નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
બીજી બાજુ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. જેમાં રાજ્યના ઘણાં જિલ્લા પ્રભાવિત થઈ શકે છે. હાલ શિયાળો વિદાય લઈ રહ્યો છે, જેની સાથે ઉનાળાની શરુઆત થવાની છે પરંતુ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના કારણે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરુઆતમાં માવઠું થવાની શક્યતાઓ છે.
આગામી બે દિવસમાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલું છે અને આવનારા દિવસોમાં એટલે કે ૧ અને ૨ માર્ચ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ છે. હાલ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે.SS1MS