ગૌતમ અદાણી ગ્રુપની તમામ ૧૦ લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/BSE.webp)
શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડનું ધોવાણ
મુંબઈ, બુધવારે મિડકેપ, સ્મોલ કેપ અને માઇક્રો કેપ સૂચકાંકોમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ભારે વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬ લાખ કરોડનો ઘટાડો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૩૮૬ લાખ કરોડ થઈ ગયું છે.
બુધવારે બીએસઈસેન્સેક્સ ૭૯૦ પોઈન્ટ ઘટીને ૭૨,૩૦૪ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૪૭ પોઈન્ટ ઘટીને ૨૧૯૫૧ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. બુધવારે શેરબજારના અસ્થિર ટ્રેડિંગ સમયગાળા દરમિયાન, કામધેનુ લિમિટેડ, આઈસીઆઈસીઆઈપ્રુડેÂન્શયલ લાઇફ, ઓમ ઇન્ફ્રા, સ્ટોવ ક્રાફ્ટ અને બ્રાન્ડ કન્સેપ્ટના શેરમાં વધારો નોંધાયો હતો
જ્યારે હિન્દુસ્તાન ઝિંક, એચડીએફસી લાઇફ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, એનએમડીસી લિમિટેડ, ટાટા મોટર્સ, એનએમડીસી લિમિટેડના શેરમાં નબળાઈ જોવા મળી હતી. લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેંક, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, ગ્લોબસ સ્પિરિટ, કોટક મહિન્દ્રા બેંક, ઓએનજીસી, પંજાબ એન્ડ સિંધ બેંક, યુપીએલ લિમિટેડ, દેવયાની ઈન્ટરનેશનલ, એશિયન પેઈન્ટ્સ અને મહિન્દ્રાના શેરમાં નોંધાયેલ છે.
બુધવારે પેટીએમના શેર પણ ૫ ટકાના નુકસાન સાથે બંધ થયા હતા. બુધવારે ગૌતમ અદાણી ગ્રુપની તમામ ૧૦ લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર ૪.૫૨ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે અદાણી વિલ્મર ૧.૫૫ ટકાની નબળાઈ સાથે બંધ થયો હતો.