એમેઝોન ઈન્ડિયા હરિયાણામાં રાતપાળીમાં કામ કરવા મહિલાઓને તક આપે છે
અમદાવાદ, એમેઝોન ઈન્ડિયાએ આજે હરિયાણામાં તેના લાર્જ સોર્ટ સેન્ટરમાંથી એક ખાતે વુમન ઈન નાઈટ શિફ્ટ્સ (ડબ્લ્યુઆઈએનએસ) લોન્ચ કર્યાની ઘોષણા કરી. એમેઝોનની મોજૂદ પહેલો ઉપરાંત ડબ્લ્યુઆઈએનએસ મહિલા માટે સુરક્ષિત અને સમર્થક કાર્ય વાતાવરણ પૂરું પાડીને વિવિધ પાળીઓમાં કામ કરવા અને સર્વ માટે સમાવેશકતાનો સંદેશ આપતાં પુરુષો અને મહિલાઓ માટે સમાન તક આપવાની ખાતરા રાખવા માગે છે.
ભારતનાં અમુક રાજ્યોમાં નિયમન મહિલાઓની સુરક્ષા અને સુખાકારી વિશે ચિંતામાંથી મુખ્યત્વે ઉદભવેલી વેરહાઉસિંગ ઓપરેશન્સ ફેસિલિટીઝમાં મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની મનાઈ કરે છે. થી ડબ્લ્યુઆઈએનએસ પહેલ અભિમુખ બનાવવા માટે સુરક્ષા, સલામતી અને સુખાકારી કેન્દ્રમાં છે. એમેઝોન ઈન્ડિયા બધાને કામ કરવાની સમાન તક આપવાની હિમાયત કરવા રાજ્ય સરકારો સાથે સક્રિય રીતે સહભાગી થઈ રહી છે.
પ્રશાસન સાથે સમર્પિત પ્રયાસો અને જોડાણ થકી કંપનીએ તામિલનાડુ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પંજાબ અને હવે હરિયાણામાં ચુનંદાં સ્થળે મહિલાઓ માટે રાતપાળી સફળતાથી શરૂ કરી છે.
અમે કાર્યસ્થળે સમાન તકો નિર્માણ કરવા અને મહિલાઓ સામનો કરે છે તે અવરોધો દૂર કરવામાં માનીએ છીએ અને રાતપાળીમાં કામ કરવા મહિલાઓને તક મળે તે માટે તેમને ટેકો આપવા બદલ સરકારના આભારી છીએ, એમ એમેઝોન ઈન્ડિયાના ઈન્ડિયા ઓપરેશન્સના એચઆરના ડાયરેક્ટર લિજુ થોમસે જણાવ્યું હતું.