Western Times News

Gujarati News

લાપતા લેડીઝના સ્ક્રીનિંગમાં સેલેબ્સનો જમાવડો થયો

મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાનની એકસ વાઇફ કિરણ રાવના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ૧ માર્ચના રોજ રિલીઝ થવાની છે. કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું ૨૭ ફેબ્રુઆરીએ એટલે કે મંગળવારના રોજ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ હતુ.

આ ફિલ્મના સ્ક્રીનિંગમાં આમિર ખાન સહિત તમામ સિતારાઓએ હાજરી આપી હતી. આ સમયે આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવ સાથે મસ્ત પોઝ આપ્યા. બન્ને કેમેરાની સામે સ્માઇલ આપતા જોવા મળ્યા. જો કે આ તસવીર જોઇને હાલમાં ચારેબાજુ આમિર અને કિરણ રાવની ચર્ચાઓ ચાલી રહી છે.

આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શરમન જોશીએ હાજરી આપી હતી. શરમન જોશીની સાથે એમની વાઇફ પણ નજરે પડી. પોપ્યુલર ફિલ્મમેકર કરણ જોહરે પણ ‘લાપતા લેડીઝ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન કરણે પૈપરાઝી સાથે મસ્ત ફોટો ક્લિક કરાવ્યા.

જો કે આ તસવીરમાં તમે કરણ જોહરનું યુનિક ડ્રેસિંગ જોઇ શકો છો. લાપતા લેડીઝના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કાજોલ પણ જોવા મળી. કાજોલે એકદમ સ્ટાઇલિશ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીરો સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે.

કાજોલ હંમેશા એના સિમ્પલ લુકથી લોકોને ફિદા કરી દેતી હોય છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સની દેઓલ પણ ‘લાપતા લેડીઝ’ના સ્ક્રીનિંગમાં જોવા મળ્ય. આ સમયે સની દેઓલનો સ્વેગ ખાસ જોવા જેવો હતો. સનીની આ સ્ટાઇલ જોઇને તમે પણ ખુશ થઇ જશો. આમ કહી શકાય કે સનીની ફિટ બોડી જોઇને તમે પણ ઉંમરનો અંદાજો નહીં લગાવી શકો.

આ સ્ક્રીનિંગમાં આમિર ખાનની દીકરી ઇરા ખાન પણ જોવા મળી. ઇરા ખાને પતિ નૂપુર શિખરે સાથે હાજરી આપી હતી. જાન્યુઆરી મહિનામાં કપલના લગ્ન થયા છે. બોલિવૂડ એક્ટર અલી ફઝલ ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.

અલી ફઝલની સ્ટાઇલ અને અંદાજ સૌથી અલગ જોવા મળ્યો હતો. જો કે હાલમાં આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આમ, આ સ્ક્રીનિંગમાં તમે સ્ટાર્સના અલગ-અલગ અંદાજ જોઇ શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.