બડે મિયાં છોટે મિયાંનું મસ્ત મલંગ ઝૂમ સોન્ગ રિલીઝ
મુંબઈ, અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના પ્રમોશન માટે એક્ટર્સ અનેક ઘણી તૈયારીઓમાં લાગી ગયા છે. થોડા દિવસ પહેલાં મેકર્સે ટાઇટલ ટ્રેક રિલીઝ કર્યુ હતુ જે એક પાર્ટી એન્થમ થીમ છે.
જો કે હવે મેકર્સે નવુ સોન્ગ રિલીઝ કર્યુ છે. આ ગીતમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફના ડાન્સ સ્ટેપ્સ જોઇને તમે ખુશ થઇ જશો. આ ગીતનું નામ મસ્ત મલંગ ઝૂમ છે.
આ ગીત રિલીઝ થતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે. બડે મિયાં છોટે મિયાં’ના આ નવા સોન્ગનું નામ સાંભળીને તમે અંદાજો લગાવી શકો કે કેવું જોરદાર હશે. આ ગીત સાંભળીને તમે ઝુમી ઉઠશો. કંઇક આવું સોન્ગમાં પણ તમને જોવા મળશે. આ ગીત એક પાર્ટી માટે પરફેક્ટ સોન્ગ છે, જેમાં અક્કી ટાઇગર ફૂલ ટૂ પાર્ટીને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
ગીતમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ મસ્ત રીતે ઠુમકા મારી રહી છે. ‘બડે મિયાં છોટે મિયાં’માંથી પહેલી વાર સોનાક્ષીનો લુક સામે આવ્યો છે. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ગીતના લાખો લોકો દિવાના થઇ ગયા છે. આમ, તમને જણાવી દઇએ કે ‘બડે મિયાં છોટે મિયાં’નો લેટેસ્ટ ટ્રેસ મસ્ત મલંગ ઝૂમને અરિજીત સિંહ, વિશાલ મિશ્રા અને નિકીતા ગાંધીએ પોતાનો અવાજ આપ્યો છે.
આ ગીતના બોલ ઇરશાદ કામિલે લખ્યા છે જ્યારે વિશાલ મિશ્રાએ મસ્ત મલંગ ઝૂમ સોન્ગનો કમ્પોઝ કર્યુ છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે.
આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં જોવા મળ્યો હતો. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ. આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ ૨ શામેલ છે.
સેલ્ફી પડદા પર કંઇ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ ઓએમજી ૨ને ફેન્સને અઢળક પ્રેમ મળ્યો. આમ, અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો વેલકમ ટૂ જંગર, હેરા ફેરી ૩ છે.SS1MS