કોર્ટમાં કરેલા કેસ પાછા ખેંચી લો નહિતર પરિવારના લાશના ટુકડા પણ નહીં મળે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/05/Court.webp)
ધમકીના પગલે મહિલા બેભાન થઈ ગઈ: વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
વડોદરા, વડોદરાના છાણી રોડ પર નવાયાર્ડ વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા કોર્ટ કેસના મામલામાં એક મહિલાને કોર્ટમાં કરેલા કેસ પાછા નહીં ખેંચે આખા પરિવારના લાશના ટુકડા કરવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. મહિલાને ધમકી મળતા તે સ્થળ પર બેભાન થઈ ગઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નખૈરુનીસાબેન ઈસ્માઈલ શેખ (ઉ.૬પ) (રહે. સુપ્રીમ પ્રોવિજન સ્ટોરની બાજુમાં, નવાયાર્ડ છાણી રોડ)એ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તા.ર૩મી ફેબ્રુઆરીના રોજ બપોરની જુમ્માની નમાજ બાદ તેઓ ઘરની બારી પાસે ઉભી હતી ત્યોર તેમના દીકરા નામે મહેબૂમ ઈસ્માઈલ શેખ તેમજ મારા નાના દીયર હનીફ શેખ અમારા ઘરની નીચે ઉભા હતા.
મોટો દિકરો ઘરની અગાશી પર ઉભો હતો બપોરે ૧૪.૩૦ વાગ્યાની આસપાસ તેમના કાકા નામે મોહંમદ યુસુફ ઉર્ફે બાબુભાઈ અબ્દુલ મજીદ શેખ (રહે. એ/૧૪૭, સંતોકનગર સોસાયટી, નવાયાર્ડ છાણી મેઈન રોડ) નમાજ પડીને ત્યાંથી જતા હતા તેઓએ ખૈરૂનીસાબેનના ઘરની બહાર આવીને તેમની એકટીવા રોકી તેમને ધમકી આપવા લાગેલા કે, કોર્ટમાં કરેલ કેસો પાછા ખેંચી લો, નહિતર તમારા સમગ્ર પરિવારના લાશના ટુકડા પણ નહીં મળે. તમો થોડાક દિવસના જ મહેમાન છો.
તેવી ધમકી આપી તેમજ કનુ જાદવની જેવી હાલત તમારી પણ કરી નાખીશ તેમ કહી ત્યાંથી ભાગી ગયેલ. તેઓનમાજ પડવા આવે ત્યારે આંગળી બતાવીને ધમકી ભર્યા ઈશારા કર્યા કરે છે. ખૈરૂનીસાબેનને હાઈ પ્રેશરની તકલીફ હોવાથી એક તબકકે તો ગભરાઈને પડી ગયેલ હતી. તેમણે મોહંમદ યુસુફ ઉર્ફે બાબુભાઈ અબ્દુલ મજીદ શેખ (રહે, એ/૧૪૭, સંતોકનગર સોસાયટી,
નવાયાર્ડ છાણી મેઈન રોડ)ના વિરૂધ્ધમાં કોર્ટમાં કરેલ કેસો પાછા ખેંચી લેવા માટે ધમકી આપી ત્યાંથી ભાગી ગયેલ. જયારે તેઓ નમાજ પડવા આવેત્યારે આંગળી બતાવીને ધમકી ભર્યા ઈશારા કરી વૃધ્ધ બાઈ માણસનું અપમાનકરી ગુનો કરેલ છે. પોલીસે આ ફરિયાદના આધારે મોહંમદ યુસુફ ઉર્ફે બાબુભાઈ અબ્દુલ મજીદ શેખની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.