Western Times News

Gujarati News

યે રિશ્તાની નાયરાની તસવીરો વાયરલ થઈ

મુંબઈ, અશનૂર કૌર ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ચાઇલ્ડ આર્ટિસ્ટ એક્ટરે અનેક પોપ્યુલર શોમાં નજરે પડી છે. ટીવી સિરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ઝાંસી કી રાની જેવા ફેમસ શોમાં એક્ટિંગ કરી ચુકી છે. અશનૂર કૌર હાલમાં ઘરે-ઘરે ફેમસ છે.

હાલમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી દીધી છે. અશનૂર કૌર સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાઇ રહી છે. અશનૂર કૌર ૧૯ વર્ષની છે. ફેન્સ જ્યારે પણ અશનૂર કૌર કોઇ પોસ્ટ કરે ત્યારે એની પર કોમેન્ટ કરતા હોય છે. આમ વાત કરવામાં આવે તો અશનૂર કૌરનું આ તસવીરોમાં તમને ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. અશનૂર કૌરને તમે છેલ્લાં ઘણાં વર્ષોથી ટીવી પર જોતા હશો.

જો કે છેલ્લા ઘણાં સમયથી એક્ટ્રસ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દૂર છે. આ સમયમાં અશનૂર કૌરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન થયુ છે. અશનૂર કૌરની તસવીરો આગળ અનેક બોલિવૂડની હિરોઇન પણ પાછી પડે એવું છે. એક્ટ્રેસ લાસ્ટમાં પટિયાલા બેબ્સ સિરીયલમાં જોવા મળી હતી.

એક્ટ્રેસ સોશિયલ મિડીયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. અશનૂર કૌર પોતાની રૂટિનથી લાઇફથી હંમેશા ફેન્સને ન્યુ અપડેટ આપતી રહેતી હોય છે. અશનૂર કૌરે ઘણી નાની ઉંમરમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. એક્ટ્રેસ ટીવી શો ઝાંસી કી રાનીથી ટીવીની દુનિયામાં એન્ટ્રી મારી હતી.

આ દરમિયાન અશનૂર કૌર માત્ર ૫ વર્ષની હતી. અશનૂર કૌર હંમેશા મહેનતને વઘારે મહત્વ આપતી હોય છે. અશનૂર કૌરે ક્યા કરે, તેરે નૂર સે, જાના હૈ તો જા..જેવા અનેક મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચુકી છે. સોશિયલ મિડીયા પર પણ અશનૂર કૌરની લોકપ્રિયતા વધારે છે.

અશનૂર કૌરને ઇન્સ્ટાગ્રામ પર ૯.૯ મિલિયન લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ પોતાની તસવીરો પોસ્ટ કરીને હંમેશા યુઝર્સનું ધ્યાન ખેંચી લેતી હોય છે. એક્ટ્રેસની સ્ટાઇલિશ તસવીરો જોઇને ફેન્સ હંમેશા ફિદા થઇ જાય છે. યે રિશ્તા ક્યા કહૈલાતા હૈમાં અશનૂર કૌર નાની નાયરાની ભૂમિકા નિભાવી હતી. એક્ટ્રેસે આ સમયે પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધુ હતુ.

આ દિવસોમાં અશનૂર કૌર સ્ટડી પર વધારે ધ્યાન આપી રહી છે. આ સાથે યુટ્યૂબ ચેનલ પર પણ વધારે એક્ટિવ રહેતી હોય છે. રિપોર્ટ્‌સ અનુસાર અશનૂર કૌરે ૧૨માં ધોરણમાં ૯૪ ટકા આવ્યા હતા. એક્ટ્રેસે કોલેજમાં બીએમએમસીની પસંદગી કરી હતી.

અશનૂર કૌરે મેરિટને આધારે મુંબઇની ટોપ કોલેજમાં એડમિશન લીધુ હતુ. આ તસવીર માલદીવ વેકેશનની છે. ફેમિલી સાથે હંમેશા ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. અશનૂર કૌરની ફેશન સેન્સ લોકોને ખૂબ પસંદ પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.