અંકિતા લોખંડેના ડ્રેસિંગ સેન્સની જબરી ઉડી મજાક
મુંબઈ, રિયાલિટી શો બિગ બોસ ૧૭ પૂરો થઇ ગયો છે. જો કે આ શો પછી અંકિતા લોખંડે સતત પાર્ટીમાં વ્યસ્ત છે. આ દિવસોમાં અંકિતા લોખંડે અલગ-અલગ પાર્ટીમાં સ્પોટ થતી રહે છે. આ દિવસે અંકિતાનો લુક જોઇને ટ્રોર્લ્સ ભડક્યા છે. સોશિયલ મિડીયા પર એક્ટ્રેસની આ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે. પરંતુ આ વખતે અંકિતાને ટ્રોલર્સે બરાબરની મજાક ઉડાવી છે. એક્ટ્રેસ પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી લીધી.
ફેન્સને અંકિતાનો લુક જરા પણ પસંદ પડ્યો નથી. આ કારણે અંકિતા પર ટ્રોર્લ્સે નિશાન સાધ્યુ છે. અંકિતા લોખંડે હાલમાં એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં અંકિતા એકલી નજરે પડી હતી. એક્ટ્રેસની સાથે એનો પતિ વિક્કી જૈન દેખાયો નહીં. આ ઇવેન્ટમાં અંકિતા લોખંડે બ્લેડ ડ્રેસમાં જોવા મળી. ડીપ નેકમાં એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો છે. એક્ટ્રેસનો ડ્રેસ ઘૂંટણ સુધીનો છે.
આ ડ્રેસમાં પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે ગળામાં કોઇ એસેસરીઝ પહેરી નથી. આ સાથે વાળને એકદમ કર્લી કર્યા છે. કર્લી વાળ અંકિતા હોટ લુકમાં વધારો કરે છે. અંકિતા લોખંડે આ સમયે પૈપરાઝીને સતત હટકે પોઝ આપતી રહી. એક્ટ્રેસની આ અદા જોઇને ફેન્સ પણ ભડકી ઉઠ્યા છે.
અંકિતા લોખંડેનો આ લુક જોઇને ટ્રોલ્સ ખૂબ ખરાબ રીતે ભડક્યા છે. મોટી સંખ્યામાં લોકો એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલ્સે હાલમાં અંકિતાનો બરાબરનો ક્લાસ લીધો છે. કેટલાક લોકોએ તો ચુડેલનું ટેગ પણ આપ્યુ છે. એક યુઝર્સે લખ્યુ છે કે અંકિતાએ પોતાના દિલ જેવો ડ્રેસ પહેર્યો છે. અંકિતાને તમે તસવીરમાં જોઇ શકો છો કે બે હાથ જોડતી નજરે પડે છે. એક્ટ્રેસે ફેન્સનું પ્રેમ મેળવીને ખૂબ ખુશ થઇ.
ત્યારબાદ અંકિતાએ હાથ જોડીને બધાનો આભાર માન્યો. આ સમયે અંકિતા એકદમ અલગ લુકમાં જોવા મળી હતી. જો કે આવું પહેલી વાર નથી થયુ કે અંકિતા લોખંડે એના લુકને કારણે ટ્રોલ થઇ હોય. પહેલાં અનેક વાર અંકિતા લોખંડે ટ્રોલ થઇ છે. જો કે એક્ટ્રેસે આ વસ્તુઓને નજરઅંદાજ કરતી રહે છે.SS1MS