Western Times News

Gujarati News

વર્ષ દરમ્યાન 10 લાખથી વધુ કેશ ડીપોઝીટ કરનારાને ITની નોટીસ મળશે

પ્રતિકાત્મક

વર્ષ રર-ર૩ના રીટર્નમાં મીસમેચના ર૦ લાખ કેસ નીકળતા નોટીસો-શેરબજાર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની વિગતો બતાવવી પડશે

(એજન્સી)અમદાવાદ, હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશનો કરેલા હશે તેવા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. એટલું જ નહી ૧૦ લાખથી વધારેને કેસ ડીપોઝીટ કરનારાઓને પણ આવકવેરા વિભાગ નોટીસ ફટકારાશે.

ગુજરાત સહીત દેશભરમાંથી આઈટી રીટનના મીસમેચના ર૦ લાખથી વધારેના કેસોમાં કરદાતાઓને નોટીસ ઈશ્યુ કરવાનું શરૂ કરી દેવામ આવ્યા છે. ટેક્ષની સાથે રીટર્ન ફાઈલ કરવાનો માર્ચ મહીનો છેલ્લો હોવાથીઆઈટી વિભાગસમયસર ટેક્ષ ભરીને રીટર્ન ફાઈલ કરી દેવા તાકીદ કરી છે.

હાઈ વેલ્યુ ટ્રાન્ઝેકશનો કરેલા હશે તેમને તો નોટીસ આપવામાં આવશે. કરદાતાએ તેનો જવાબ પણ આઈટી વિભાગને આપવો પડશે. સંતોષકારક જવાબ આપવામાં નહી આવે તો આઈટી વિભાગ નિયમ મુજબ એકશન લેશે. વર્ષ રર-ર૩ માં રીવાઈઝડ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧.૧ર.ર૩ હતી. જેમણે સમયસર રીટર્ન ફાઈલ કર્યા છે. તેમના રીટર્નની સ્કટીની કરાતા મીસમેચના કિસ્સામાં બહાર આવ્યા છે.

રીટર્ન ફાઈલ કરતીસાચી માહિતી છુપાવવામાં આવી રોકાણની માહિતી દર્શાવી ના હોય તેવા કિસ્સામાં મીસમેચ થઈ શકે છે. સુત્રો જણાવ્યું કે વર્ષ રર-ર૩ લાખથી વધારે કેસ ડીપોઝીટ કરી હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટીસ મળી શકે છે.

કેસ પેમેન્ટની ખરીદી કરી હોય. બેક ડ્રાફટ-પે ઓર્ડર બેન્કર ચેક સેવીગ્સ, ખાતામાં કેસ ડીપોઝીટ કરન્ટ ખાતામાં પ૦ લાખનો ઉપાડ ખરીદી, વેચાણ ૩૦ લાખ કે વધારે કર્યું હોય એક લાખ કે તેનાથી વધારેનો ક્રેડીટકાર્ડના બીલો, શેર બજારમાં રોકાણ બોન્ડ કે મ્યુચ્યુલ ફંડમાં રોકાણ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટીસો મળશે. આવકવેરા વિભાગ પાનકાર્ડના આધારે આવા કરદાતાઓને ઓળખી લીધા છે. માર્ચ મહીનાની શરૂઆતથી નોટીસો મળવાનું શરૂ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.