Western Times News

Gujarati News

રીહાનાના જોરદાર પર્ફોમન્‍સથી અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સૌ કોઈ ઝુમી ઉઠયા

ઇલેક્ટ્રિફાઇંગ પર્ફોર્મન્સ સાથે, રીહાન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ યાદ રાખવા જેવી રાત બનાવી દીધી હતી. શુક્રવારે રાત્રે, ‘અમ્બ્રેલા’ ગાયકે સ્ટેજ પર કબજો જમાવ્યો અને તેના અભિનયને ત્યાં ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધો હતો.

રેહાનાએ રુડ બોય, પોર ઈટ અપ, ડાયમન્ડ્સ અને વાઈલ્ડ થિંગ્સ વગેરે પરફોર્મ કર્યું હતું.

બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂરે આ ઇવેન્ટમાંથી એક અંદરનો વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મથી ‘ઝિંગાટ’ પર રિહાન્ના સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. રિહાન્નાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સ્ટાર-સ્ટડેડ પ્રી-વેડિંગ બેશના પહેલા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પોપ આઇકોન રિહાના 2 માર્ચની વહેલી સવારે જામનગર એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી હતી. જયાં મહિલા પોલિસ અધિકારીઓની ગળે મળી તેમનો આભાર માન્યો હતો.

Reliance Industries Chairman and MD Mukesh Ambani, founder and chairperson of Reliance Foundation Nita Ambani along with Chairman of Reliance Jio Infocomm Ltd Akash Ambani and wife Shloka Mehta at the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant in Jamnagar, Gujarat.

રિહાના એક બાર્બાડિયન ગાયક, ઉદ્યોગપતિ અને અભિનેત્રી છે. તેણીને 21મી સદીના સૌથી પ્રખ્યાત રેકોર્ડિંગ કલાકારોમાંના એક તરીકે ગણવામાં આવે છે. 2005માં ડેફ જામ રેકોર્ડિંગ્સ સાથે હસ્તાક્ષર કર્યા પછી, તેણીએ તેના પ્રથમ બે સ્ટુડિયો આલ્બમ્સ, મ્યુઝિક ઓફ ધ સન (2005) અને અ ગર્લ લાઈક મી (2006), કેરેબિયન મ્યુઝિકથી પ્રભાવિત થયા બાદ ઓળખ મેળવી, યુએસ બિલબોર્ડ 200 ચાર્ટ પ્રમાણે બંને ટોચના દસમાં સ્થાન મેળવ્યું. 

અક્ષય કુમારથી લઇને બિલ ગેટ્‍સ સહિતના મહાનુભાવોએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ફોટોશૂટ કરાયું હતું. રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી પણ મહેમાનો આવ્‍યા છે, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળ્યા હતા અને ત્યારબાદ ગુજરાતમાં સ્ટેચયુ ઓફ યુનિટીની મુલાકાત પણ લીધી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Anant Ambani, the youngest son of Mukesh Ambani, and his wife Nita Ambani, is set to wed Radhika Merchant, the daughter of industrialist Viren Merchant and his wife Shaila Merchant.

 

 

રિલાયન્‍સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ૧૨ જુલાઈએ રાધિકા મર્ચન્‍ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે. ત્યારે લગ્ન પહેલા, કપલે ૧ થી ૩ માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્‍શન્‍સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્‍ટાર્સ અને ઘણી હસ્‍તીઓ હાજરી આપી રહી છે. ઘણા મોટા સ્‍ટાર્સ ગુજરાતના જામનગર પહોંચી ચૂકયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પ્રી-વેડિંગ ફંક્‍શનની ઝલક જોવા મળી રહી છે.

#JanhviKapoor and #Rihanna dance the night away at #AnantAmbani and #RadhikaMerchant’s pre-wedding bash and pose for a happy picture.

ત્રણ દિવસીય ઉજવણીની શરૂઆત કોકટેલ, ડ્રોન શો અને આંતરરાષ્‍ટ્રીય પોપ આઇકોન રીહાનાના શાનદાર પર્ફોમન્‍સ સાથે થઈ હતી. સૌથી પહેલા નીતા અને મુકેશ અંબાણીએ પોતાના રોમેન્‍ટિક અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ રાજ કપૂરના પ્રખ્‍યાત ગીત ‘પ્‍યાર હુઆ ઇકરાર હુઆ’ પર પરફોર્મ કર્યું હતું. સાથે જ પ્રી-વેડિંગ ઈવેન્‍ટમાંથી ઘણી તસવીરો સામે આવી છે.

ચાહકો આતુરતાથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા. ફેસબુકના સ્‍થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવ્‍યા છે.

લક્ઝરીયલ ગાડીઓનો જમાવડો જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત અનંત અને રાધિકાનું પ્રિ-વેડીંગ સેલિબ્રેશન શરૂ થયું હોવાથી જામનગરના એરપોર્ટને જામનગરની સુવિખ્યાત રંગબેરંગી બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ઉપર પરંપરાગત પરિવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. ગુજરાતી રાસ-ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી ચાલતી રહી હતી. રિલાયન્સ પરિવારના પ્રિ-વેડીંગ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરીખાન, પુત્ર આર્યનખાન, તેમજ બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ઘણાં કલાકારો હાલ જામનગરમાં છે.

Rihanna is performing “Bitch better have my money”in Jamnagar India

અનંત મુકેશ અંબાણી અને રાધિકા મરચંટ

રિલાયન્સ પરિવારના પ્રિ-વેડીંગ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરીખાન, પુત્ર આર્યનખાન, ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુસીંગ, અર્જુન કપૂર ઉપરાંત દુબઈના ઉદ્યોગપતિ મોહમ્મદ અલ અલર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં.

આ ઉપરાંત માર્કઝકરબર્ગ, રાની મુખર્જી, દિપિકા પાદુકોણ, બોની કપૂર, ઈશા અંબાણી, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અમૃતા ફડનવીસ, ઉદ્યોગપતિ, કટાર લેખક સુલેહ શેઠ ક્રિકેટર ઝાહિર ખાન, રાસીદ ખાન, ડી. જે. બ્રાવો, સાઈના નહેવાલ બેડમીન્ટન પ્લેયર સહિતના મહાનુભાવો પણ આ સેરેમનીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતાં. આ પ્રિ-વેડીંગ ફંકશનમાં ભાગ લેવા આવી રહેલા દેશ-વિદેશના મહેમાનોને જામનગર એરપોર્ટ પરથી વિવિધ કારમાં મોટી ખાવડી ગામમાં પહોંચાડાઈ રહ્યા છે.

આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોકસ વેગન જેવી અનેક લક્ઝરિયર કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાને જામનગરમાં આવકારવા અંબાણી પરિવારે એક લકઝરિયસ કાર મોકલી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Shaadi Fever (@shaadifever)

રિહાનાની ટીમ જામનગર પહોંચી તેઓ એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં રિહાનાનો લગેજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક ટ્રક લાઈનમાં નીકળી રહ્યા છે, જેના પર પૈક સામાન નજરે પડી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

Qatar Prime Minister Mohammed bin Abdulrahman bin Jassim Al Thani, was warmly greeted by S.P. Jamnagar Premsukh Delu(IPS) upon his arrival at Jamnagar Airport.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.