Western Times News

Gujarati News

ભારતમાં ગરીબી ખતમ થઈ હોવાનો અમેરિકી થિંક ટેંકનો અહેવાલ

ભારતમાં વિકાસ થયાનો ઉલ્લેખઃ ૩૦ના બદલે ૧૧ વર્ષમાં જ દૂર થઈ ગરીબી

(એજન્સી)વોશિંગ્ટન, ભારતમા ગરીબીને લઈને અનેક મોટા દાવા થતા રહે છે. મોદી સરકારે ગત દિવસોમાં દાવો કર્યો હતો કે, દેશમાંથી મહાગરીબી નાબૂદ થઈ ગઈ છે. ત્યારે અમેરિકાએ આ વાતનો પુરાવો આવ્યો છે. અમેરિકાના થિંક ટેંક બ્રુકિંગ્સના રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો કે, ભારતમાંથી મહાગરીબી ખતમ થઈ ગઈ છે. થિંક ટેંકના રિપોર્ટ અનુસાર, હવે ભારતમાં ગરીબીમાં તેજીથી ઘટાડો આવી રહ્યો છે. આ રિપોર્ટ અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા અને અમેરિકન થિંક ટેન્ક ધ બ્રુકિંગ્સ ઈÂન્સ્ટટ્યુશનના કરણ ભસીન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

તેમણે એક લેખમાં જણાવ્યું હતું કે ભારતે અત્યંત ગરીબી દૂર કરી છે. આ માટે, તેમણે ૨૦૨૨-૨૩ના તાજેતરમાં જાહેર કરાયેલા વપરાશ ખર્ચના ડેટાને રજૂ કર્યો છે. બંને જાણીતા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ૨૦૧૧-૧૨ થી વાસ્તવિક માથાદીઠ વપરાશમાં દર વર્ષે ૨.૯ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિકાસ ૩.૧ ટકા અને શહેરી વિકાસ ૨.૬ ટકા હતો. આ સમયગાળા દરમિયાન શહેરી અને ગ્રામીણ અસમાનતામાં પણ અભૂતપૂર્વ ઘટાડો થયો છે. +અર્બન ગિની ૩૬.૭ થી ઘટીને ૩૧.૯, જ્યારે ગ્રામીણ ગિની  ૨૮.૭ થી ઘટીને ૨૭.૦ પર આવી.

જીની ઇન્ડેક્સ આવકના વિતરણની અસમાનતાને દર્શાવે છે. જો તે શૂન્ય હોય તો તેનો અર્થ એ કે સમાજમાં સંપૂર્ણ સમાનતા છે. રિપોર્ટ કહે છે કે, અસમાનતા વિશ્લેષણના ઇતિહાસમાં આ ઘટાડો અભૂતપૂર્વ છે.ઉચ્ચ વૃદ્ધિ અને અસમાનતામાં ભારે ઘટાડાએ મળીને ભારતમાંથી ગરીબી દૂર કરી છે. હેડકાઉન્ટ પોવર્ટી રેશિયો (ૐઝ્રઇ) ૨૦૧૧-૧૨માં ૧૨.૨ ટકાથી ઘટીને ૨૦૨૨-૨૩માં ૨ ટકા થયો.

ગ્રામીણ ગરીબી ૨.૫ ટકા હતી જ્યારે શહેરી ગરીબી ઘટીને ૧ ટકા થઈ હતી. આ અંદાજો સરકાર દ્વારા લગભગ બે તૃતીયાંશ વસ્તી અને જાહેર આરોગ્ય અને શિક્ષણને આપવામાં આવતા મફત ખોરાક (ઘઉં અને ચોખા)ને ધ્યાનમાં લેતા નથી. રિપોર્ટ કહે છે કે, ૐઝ્રઇમાં ઘટાડો નોંધનીય છે. કારણ કેભારતને ગરીબીનું સ્તર આટલું ઓછું કરવામાં ૩૦ વર્ષ લાગ્યા હતા, જ્યારે આ વખતે તે ૧૧ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ‘સત્તાવાર ડેટા પુષ્ટિ કરે છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સરખામણીમાં સામાન્ય રીતે વ્યાખ્યાયિત કર્યા મુજબ અત્યંત ગરીબીને દૂર કરી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.