Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રની ૪ બેઠકો પર BJP ઉમેદવારોની પસંદગીમાં સરપ્રાઈઝ આપશે

ગુજરાતના બે મોટા શહેરો અને  ભાજપ બાકીના ઉમેદવારોની ટુંક સમયમાં જાહેરાત કરશે

(એજન્સી)અમદાવાદ, ભાજપે ૧૯૫ બેઠક પર ઉમેદવારો જાહેર કરતા રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં ૧૫ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. ભાજપના ઉમેદવારોનું લિસ્ટ આવતા જ પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે. તો બીજી તરફ, વિપક્ષે એક પણ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. ગત રોજ જાહેર કરાયેલા ૧૫ ઉમેદવારોની યાદીમાં ૧૦ સાંસદોને રિપીટ કરાયા છે. ત્યારે હવે સૌની નજર ગુજરાતની બાકી બચેલી ૧૧ બેઠકો પર છે. આ બેઠકો પર ઉમેદવાર ક્યારે જાહેર થશે તેના પર સૌની નજર છે. ત્યારે આ વિશે પણ અપડેટ આવી ગયા છે.

ભાજપ આવનારા ૧૦ દિવસની અંદર બાકીના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રીના ૧૨ માર્ચના કાર્યક્રમ પહેલાં ગુજરાતને તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારો મળી જશે. ચૂંટણી જાહેર થવા પહેલાં બીજેપી તમામ ઉમેદવારોની જાહેરાત કરશે. મોટી લીડથી જીતવા ભાજપે રણનીતિ બનાવી લીધી છે. ત્યારે બાકી બચેલી બેઠકો પર ૬ માર્ચે ફરી મનોમંથન થશે. નવા નામો સાથે મંથન કરવામાં આવશે.

આ વચ્ચે આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પીએમ મોદી સુરત અને વડોદરા બેઠક પર ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે. સૌરાષ્ટ્રની પણ ૪ બેઠક પર ઉમેદવાર ચોંકાવનારા જોવા મળશે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકો પર ઉમેદવારના નામ સરપ્રાઈઝ આપી શકે છે. ગુજરાતની ૧૫ બેઠકોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે લોકસભા જીતવાની રણનીતિ બનાવી લીધી છે.

૨૦૨૪ની વિજયી રણનીતિ સાથે ભાજપે ઉમેદવારોની પસંદગી કરી છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કબજો કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન છે. જીતી શકે તેવા ઉમેદવારોને જ ભાજપે આપી ચૂંટણી લડવાની તક આપી છે. જેમાં પ્રથમ ૧૫ ઉમેદવારોની યાદીમાં ૧૦ સાંસદોને રિપીટ કરાયા છે. તો ૫ બેઠકો પર નવા ઉમેદવારોની પસંદગી કરાઈ છે.

મનસુખ માંડવિયા-પરસોત્તમ રૂપાલાને અપેક્ષા મુજબ જ લોકસભા લડાવવાનો નિર્ણય લેવાયો છે. બંને વડાપ્રધાન મોદીના વિશ્વાસુ છે. તો પૂનમ બહેન માડમને પણ ભાજપે ફરી એકવાર તક આપી છે. બનાસકાંઠામાં ભાજપે એક કાંકરે ત્રણ ટાર્ગેટ સર કર્યા. પીઢ પરબતકાકાને કાપી નવા નક્કોર ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. મોહન કુંડારિયા અને રમેશ ઘડૂકને નબળી કામગીરી નડી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.