ઓનલાઇન પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા
(એજન્સી)ભાટ, ભાટ પાસે લેવાતી ઓનલાઈન પરીક્ષા આપવા આ ડમી ઉમેદવારો પહોંચ્યા હતા.. પોલીસે ૩ ડમી ઉમેદવારનો ઝડપી લીધા હતા.. ત્રણેય ઉમેદવારો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે
આજે લેવાયેલી ઓનલાઇન કોન્સ્ટેબલની પરીક્ષામાં ડમી ઉેમેદવારો ઝડપાયા છે.. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા.. ભાટ પાસે લેવાતી ઓનલાઈન પરીક્ષા આપવા આ ડમી ઉમેદવારો પહોંચ્યા હદતા.. પોલીસે ૩ ડમી ઉમેદવારનો ઝડપી લીધા હતા.. ત્રણેય ઉમેદવારો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે., ૨ ઉમેદવારોના ફોટા મેચ ન થતા આ કૌભાંડ સામે આવ્યું હતું. ,
ઉમેદવારો મુળ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં ૧૬ જગ્યાએ આ પરીક્ષા યોજાઇ હતી.. જેમાં ઓમટેક સોલ્યુશન્સ નામની સંસ્થામાં પણ આ પરીક્ષા યોજાઇ હતી., ત્રીજી શિફ્ટની પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓનું મેન્યુઅલ ચેકિંગ હાથ ધરાયું હતું. . આ દરમ્યાન એવું જોવા મળ્યુ હતું કે બે વિદ્યાર્થીઓના ચહેરા સિસ્ટમાં રહેલા ફોટા સાથે મેચ થતા ન હતા..
ત્યારબાદ ડોક્યુમેન્ટની ખરાઇ કરવામાં આવતા સામે આવ્યું હતુ કે આ વિદ્યાર્થીઓએ ડમી આધારકાર્ડ બનાવીને પરીક્ષામાં પ્રવેશ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની પોલ ખુલી ગઇ હતી. આરોપીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાઈ છે.