છ વર્ષથી એકલવાયુ જીવન જીવતાં વયોવૃદ્ધની મદદે પોલીસ પહોંચી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાત પોલીસ તંત્રની ખાખી વર્દી પ્રજાનનો ની સુરક્ષાઓ અને રક્ષણ માટે ભલે સખ્ત હશે પરંતુ આ જ પોલીસ તંત્ર સંવેદનાસભર હોય છે અને જરૂર પડે પોલીસ ફરજો થી જરા હટકે જઈને બજાવેલ કામગીરીઓ પ્રજાજનોમાં હંમેશા સંભારણા બની રહે ના એવા એક કિસ્સામાં પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એસ.એલ.
કામોળ ને ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીજનોની મુલાકાત લઈને મદદ કરવાની ઉત્સુકતાઓની આ ફરજો વચ્ચે વેજલપુરના ઓધવજી ફળિયામાં એક વયોવૃદ્ધ નિરાધાર રમેશભાઈ શાહ છેલ્લા ૬ વર્ષોથી એકદમ પથારીવસ હાલતમાં જર્જરિત મકાનમાં એકલવાયા જિંદગી મજબૂરીઓ સાથે ગુજારી રહ્યા છે.
ફળિયાના રહીશો આ એકલવાયા વયો વૃદ્ધ રમેશભાઈ શાહને બે ટંક ભોજન પૂરું પાડીને યથાશક્તિ કાળજી લઈ રહ્યા હોવાની એક કરુણાંતિકાની વિગતોને સ્થાનિક રહીશ ઈમરાન ભાઈ પાસેથી પી.એસ.આઈ .એસ .એલ કામોળ ને સાંભળ્યા બાદ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા બાદ ઓધવજી ફળિયામાં આવેલ એક જર્જરીત ઈમારત ખાતે પહોંચ્યા અને જે દ્રશ્યો જોયા એનાથી તેઓએ પણ એક તબક્કે અનુકંપા અનુભવી હશે.
એમાં છેલ્લા ૬ વર્ષોથી એકલવાયા વયોવૃદ્ધ રમેશભાઈ શાહ પથારીમાંથી હલન ચલન કરી શકતા ન હતા અને તેઓના ચહેરા ઉપર દેખાતી લાચારીની આ કરુણ દશાઓ જોતાવેંત પી.એસ.આઈ.એસ.એલ.કામોળ તુરંત જ સુરત ખાતે કાર્યરત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યા બાદ ટીમ મારફતે એકલવાયા વયોવૃદ્ધ રમેશભાઈ શાહને શારીરિક અને માનસિક સારવાર અર્થે સુરત ખાતે રવાના કરવામાં આવતા ફળિયાના રહીશો પણ ભાવવિભોર બની ગયા હતા જો કે એકલવાયા વયો વૃદ્ધની કરુણાતીકા ને તેવો સમક્ષ લાવવા માટે પી.એસ.આઈ .એસ .એલ કામોળે ઇમરાન ભાઈ નો ખાસ આભાર માન્યો હતો.