અમદાવાદમાં જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર આધારીત બોન્સાઈ વૃક્ષોનું પ્રદર્શન
સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્કની બાજુમાં પહેલી વખત ચોથી માર્ચ થી ૧૦મી માર્ચ સુધી ચાલનારા બોનસાઈ શોમાં 700 થી વધુ પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. જેમાં 150 થી 200 વર્ષ જુના ઓલિવના બોન્સાઈ નો પણ સમાવેશ થાય છે. સાત દિવસ સુધી ચાલનારા બોન્સાઈ શો ની ટિકિટ ₹50 વ્યક્તિ દીઠ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સીંધુભવન રોડ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘બોન્સાઈ ટ્રી અને ટ્રોપીયોરી શૉ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરાયેલ આકર્ષક બોન્સાઈ વૃક્ષો રસપૂર્વક નિહાળી તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.
દેશમાં પ્રથમવાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર આધારીત દેશ-દુનિયાના વિવિધ બોન્સાઈ વૃક્ષોનું આ પ્રદર્શન પર્યાવરણપ્રેમી અમદાવાદીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. CM Bhupendra Patel inaugurated the Ahmedabad Bonsai and Topiary Exhibition on 4th March, 2024.