અમિતાભ પરિવાર સાથે અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા
મુંબઈ, આજે ભારત જ નહીં પરંતુ દુનિયાના દિગ્ગજ બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણીના આંગણે આવેલા રૂડા અવસરનો અંતિમ દિવસ છે ત્યારે અમિતાભ બચ્ચન પણ મહેમાન બનીને આવ્યા છે.
મુકેશ અંબાણીના દીકરા અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગનો કાર્યક્રમ જામનગરમાં યોજાઈ રહ્યો છે. ૧થી ૩ માર્ચના કાર્યક્રમમાં દેશ અને દુનિયાના ખ્યાતનામ લોકોએ હાજરી આપી છે, જેમાં બિલ ગેટ્સથી લઈને માર્ક ઝુકરબર્ગ અને ભારતના ગૌતમ અદાણી સહિત મનોરંજન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા છે.
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ ઈવેન્ટના અંતિમ દિવસે બચ્ચન જામનગર પહોંચ્યા તે સમયની તસવીરો સામે આવી રહી છે. અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ રવિવારે સાંજે જામનગર પહોંચ્યા છે.
અમિતાભ બચ્ચન જામનગર પહોંચ્યા તે પછીની તસવીર સામે આવી છે જેમાં તેઓ મુકેશ અંબાણી સાથે હાથ મિલાવીને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે અમેરિકન સિંગર એકોન પણ જામનગર પહોંચે છે, જે પ્રિ-વેડિંગના કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો છે.
આ સિવાય અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, રણબીર કપૂર, વિકી કૌશલ સહિત શાહરુખ ખાન, સલામાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દીપિકા પદુકોણ સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં શાહરુખ સહિતના સ્ટાર્સે પરફોર્મન્સ પણ આપ્યું હતું. આ સાથે વર્લ્ડ ફેમસ સિંગર રિહાના પણ જામનગર પહોંચી હતી જેમાં શુક્રવારે તેને પરફોર્મન્સ પણ આપ્યું હતું.SS1MS