પ્રેગનન્ટ છે કેટરીના કૈફ? દુપટ્ટાથી છુપાવ્યો બેબી બંપ
મુંબઈ, મુકેશ અંબાણીના ફેમિલી ફંક્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફંક્શનમાં લોકોએ ફૂલ ટૂ એન્જોય કર્યુ છે. અનંત અને રાધિકાની પ્રી વેડિંગની તસવીરો અને વિડીયો સતત સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે હાલમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલની તસવીરો વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસની આ તસવીરોની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે.
કપલની આ તસવીર જોઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની માટે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ જામનગરમાં પહોંચ્યા હતા.
આ ફંક્શનમાં કેટ અને વિક્કી મસ્ત અંદાજમાં જોવા મળ્યા. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આ ફંક્શનમાં હાજરી આપ્યા પછી મુંબઇ જવા નિકળ્યા હતા. કપલ જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જો કે આ વખતે કપલનો અનોખો અંદાજ જોવા મળ્યો.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પેપ્સને નિરાશ કર્યા નહીં અને મસ્ત સ્ટાઇલમાં પોઝ આપ્યા. આ પોઝ જોઇને તમે પણ ખુશ થઇ જશો. કેટરીના કૈફની જે તસવીરો વાયરલ થઇ રહી છે એમાં પ્રેગનન્ટ હોય એવું યુઝર્સને લાગી રહ્યું છે. જો કે ફરી એક વાર કેટરીનાની પ્રેગનન્સીએ જોર પકડ્યુ છે.
આ પહેલાં પણ કેટરીનાની પ્રેગનન્સીની વાતને લઇને અફવાઓ ઉડી હતી. કેટરીના કૈફની તસવીરો પર યુઝર્સે કોમેન્ટ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યુ છે કે ૧૦૦ ટકા પ્રેગનન્ટ છે, જ્યારે બીજા યુઝર્સે કેટરીની કૈફ પ્રેગનન્ટ છે. જ્યારે ત્રીજા યુઝર્સે પ્રેગનન્ટ હે મેડમ લખીને કોમેન્ટ કરી છે. આ તસવીરો જોઇને એવુ લાગી રહ્યુ છે કે કેટરીના કૈફ જાણે દુપટ્ટાથી બેબી બંપ છુપાવી રહી હોય.
આ તસવીરોમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ મસ્ત લાગી રહ્યા છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફે વર્ષ ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. આ કપલ પેરેન્ટ્સ બનશે એવી ચર્ચાઓ ચાલી રહે છે. આમ તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં કપલ તરફથી કોઇ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.SS1MS