આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે: દિશા પટની
મુંબઈ, જેની ઘણા સમયથી ફિલ્મ રસિકો રાહ જોઈ રહ્યા હતા એ સિદ્ધાર્થ મલ્હાત્રાની એક્શન ફિલ્મ ‘યોધા’ આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની લોન્ચિંગ ઇવેન્ટ ૨૯ ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેમાં કરણ જોહર, રાશિ ખન્ના અને દિશા પટણી સહિત ફિલ્મની ટીમના લગભગ તમામ સભ્યો હાજર હતા.
ઈવેન્ટમાં દિશા પટાનીએ જણાવ્યું કે કેવી રીતે કરણ જોહરનું ધ્યાન તેના મોડલિંગના દિવસો દરમિયાન તેનાં પર ગયું હતું. દિશાએ માડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો.
ત્યારે મારી ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. મને લાગે છે કે જો તેણે મને તે સમયે સ્પોટ કરી ન હોત તો હું આ ક્ષેત્રમાં ન હોત. લોકો તેમના પર ભલે ગમે તેટલા આરોપ લગાવે, પરંતુ તમને જણાવી દઉં કે હું બહારની વ્યક્તિ છું.
તેણે મને આ તક આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરે ઇવેન્ટમાં નેપોટીઝમના આરોપો પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘લોકો અમારા પર આરોપ લગાવે છે કે અમે ફક્ત આંતરિક લોકો સાથે કામ કરીએ છીએ, તો શશાંક ખેતાન (ફિલ્મ નિર્માતા) આઉટસાઇડરના બ્રાન્ડ એમ્બેસેડર છે. ‘યોદ્ધા’ના દિગ્દર્શકો સાગર અને પુષ્કર બહારના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
જો હવે ફરી કોઈ અમને આના પર ટ્રોલ કરે, તો તેમણે ‘યોદ્ધા’ જોવી જોઈએ, જેનો મુખ્ય અભિનેતા પણ ઔટસાઇડર જ છે. દિશા પટાનીની વાતો વચ્ચે સિદ્ધાર્થ મલ્હાત્રાએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું, ‘દિશા શું વાત કરે છે! હું પણ તારા જેમ જ છું’ વાસ્તવમાં, સિદ્ધાર્થ મલ્હાત્રા ૨૦૧૨ની ફિલ્મ ‘સ્ટુડન્ટ આૅફ ધ યર’નો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેનાથી તેણે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી હતી.
દિશા પટણી ૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં પહેલીવાર સપો‹ટગ રોલમાં જોવા મળી હતી. દિશાપટાનીના નિવેદન પર કરણ જોહરે તેને ગળે લગાવીને કહ્યું હતું કે ‘આઈ લવ યુ’.SS1MS