અભિનેત્રી આલિયા ભટ્ટ ઓલ બ્લેક લૂકમાં જોવા મળી
મુંબઈ, આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સામે આવી હતી. બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેના ચાહકોને પણ તેનો આ લુક પસંદ આવશે. મંગળવારે સ્ટોર લોન્ચનો કાર્યક્રમ હતો. જ્યાં આલિયા ભટ્ટ ખૂબ જ કાતિલ અંદાજમાં પહોંચી હતી.
એન્ટ્રી કરતાની સાથે જ તેના લૂક પર બધાની નજર અટકી ગઈ હતી. તાજેતરમાં જ આલિયા ભટ્ટ જામનગરથી પરત આવી છે. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં ગઈ હતી. રણબીર કપૂર અને પુત્રી રાહા કપૂર પણ તેમની સાથે હતા.
અંબાણી પરિવારની પાર્ટીમાં આલિયા ભટ્ટે પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. રાહા કપૂરના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટે હાલમાં જ તેની ફિલ્મ જિગરાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જિગરા પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોર ફિલ્મમાં જોવા મળશે.SS1MS