અરવલ્લીના 3 વિદ્યાર્થીઓ કેરલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધામાં ભાગ લેશે
અરવલ્લી:રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019ની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ત્રણ બાળકોની પસંદગી થઇ છે,, જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા કેરલના તિરુઅનંતપુરમ ખાતે જશે, જ્યાં એશિયાની વિવિધ દેશોની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવશે,,, મોડાસાની શ્રી એચ.એલ. સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર સાયન્સની બે વિદ્યાર્થિનીઓએ અલગ અલગ યુનિક પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા,
જેઓની પસંદગી આંતરાષ્ટ્રીય સ્પર્ધા માટે હવે પસંદ થતાં શાળામાં ખુશીનું મોજું પ્રસરી વળ્યું છે,,, દિશા ચૌધરી નામની વિદ્યાર્થિનીએ વૃક્ષોમાં ઓક્સિજનના પ્રમાણ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેના માટે શહેરના વિવિધ વૃક્ષોના રીડિંગ લીધા હતા, તો અન્ય વિદ્યાર્થિની શ્રુતી પટેલએ નવજાત બાળકોમાં મગજના લગવા વિષે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો,, આવા બાળકોમાં રહેવા રોગને ઓળખવા વિવિધ પ્રકારની એક કીટ તૈયાર કરી છે, જેમાં અલગ અલગ પ્રકારની એલઇડી લાઈટ લગાવી છે,,,
જ્યારે બાળક રડે અથવા તો હસે તો તેના પરથી એલઈડી ચાલુ કે બંધ થાય, જેથી બાળક શુ કહેવા માંગે છે તે જાણી શકાય છે, આ માટે વિદ્યાર્થિનીઓએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઇન બાળકોના ડોક્ટર સાથે મુલાકાત કરીને ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો,,, કેરલ ખાતે યોજાનાર સ્પર્ધામાંથી પંદર પ્રોજેક્ટ પસંદ કરાશે, અને આ પ્રોજેક્ટની પેટર્ન જે-તે વિદ્યાર્થીના નામે થશે