ટ્વિંકલ ખન્નાનું કરિયર ડૂબ્યુ તો હિટ હીરોને પરણી ગઇ
મુંબઈ, ટ્વિંકલ ખન્ના પોતાના સમયના સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્નાની દીકરી છે. ટ્વિંકલની માં ડિંપલ કાપડિયા પણ સુપરહિટ હિરોઇન રહી છે. ટ્વિંકલ ખન્નાએ પણ પોતાના માતા-પિતાની જેમ સુપરસ્ટાર બનવાનું સપનું જોયું.
પરંતુ કરિયરના થોડા જ વર્ષોમાં જ ટ્વિંકલ ખન્ના સુપરફ્લોપ થઇ ગઇ. ૨૯ ડિસેમ્બર ૧૯૭૩ના રોજ રાજેશ ખન્ના અને ડિંપલના ઘરે જન્મેલી ટ્વિંકલ ખન્નાનું હુલામણું નામ ટીના રાખવામાં આવ્યું હતું.
ટ્વિંકલખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્નાની દીકરી હતી તો તેનો ઉછેર ફિલ્મી માહોલમાં થયો. બાળપણથી જ ગ્લેમરની ઝાકઝમાળ વાળી દુનિયા જોનારી ટ્વિંકલ ખન્નાએ પણ પોતાની માની જેમ હિરોઇન બનવાનું સપનુ જોયું. પિતા સુપરસ્ટાર હતાં જો ફિલ્મી પ્રભાવ પણ વધારે હતો.
ટ્વિંકલ ખન્નાને વર્ષ ૧૯૯૫માં ‘બોબી દેઓલ સાથે ફિલ્મ બરસાતથી ડેબ્યૂ મળ્યું. ટ્વિંકલ ખન્નાની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી. હિટ થયા બાદ ટ્વિંકલના કરિયરમાં ફિલ્મોની લાઇન લાગી ગઇ. બરસાત પછી ટ્વિંકલ ખન્નાએ ‘જાન ફિલ્મ કરી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ રહી.
પરંતુ તે બાદ ટ્વિંકલની કિસ્મત બદલાઇ જવાની હતી. વર્ષ ૧૯૯૬માં જ ટ્વિંકલ ખન્નાની ફિલ્મ ‘દિલ તેરા દિવાના’ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ. તે બાદ ટ્વિંકલે ફ્લોપ ફિલ્મોની લાઇન લગાવી દીધી. ‘ઉફ્ફ મેરી મોહબ્બત’, ‘ઇતિહાસ’, ‘ઝુલ્મી’ અને ‘બાદશાહ’ જેવી ફિલ્મો સુપરફ્લોપ રહી. વર્ષ ૧૯૯૮ આવી ગયું હતું પરંતુ ટ્વિંકલની ફિલ્મો ફ્લોપ થવાનું બંધ ન થઇ.
ટ્વિંકલ ખન્નાએ ‘આમિર ખાન’ સાથે ફિલ્મ ‘મેલા’ સાઇન કરી. આ દરમિયાન ટ્વિંકલ ખન્નાને બોલિવૂડના હીટ હિરો ‘અક્ષય કુમાર’ સાથે પ્રેમ થઇ ગયો. બંને રિલેશનશિપમાં આવ્યાં. ટ્વિંકલે એક નિર્ણય લીધો કે જો મેલા હિટ થશે તો કરિયર આગળ વધશે.
પરંતુ જો ફ્લોપ થઇ તો અક્ષય કુમાર સાથે લગ્ન કરી લેશે. વર્ષ ૨૦૦૦ આવ્યું અને મેલા ફિલ્મ રિલીઝ થઇ. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી. તે બાદ ટ્વિંકલ ખન્ના પર પણ સુપરફ્લોપ હિરોઇનનો ટેગ લાગી ગયો. તે બાદ ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડની ગ્લેમરસ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.
ટ્વિંકલ ખન્નાએ ૧૭ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધાં. ટ્વિંકલ ફરી ક્યારેય બોલિવૂડ તરફ પાછુ વળીને નથી જોયું. ટ્વિંકલ ખન્ના હવે રાઇટર બની ગઇ છે અને તેની બુક પણ છપાઇ ચુકી છે.SS1MS