4 દિવસમાં ગુજરાતના 7 જિલ્લાઓમાં 400 કિમી પ્રવાસ કરશે “ભારત જોડો ન્યાય યાત્રા”
ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી છ જાહેર બેઠક, 27 કોર્નર મીટીંગ અને 70 સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાનું આયોજન
(પ્રતિનિધિ) સુરત, લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે આગામી 7મી માર્ચના રોજ કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ ભારત જોડો ન્યાય યાત્રાનું ગુજરાતમાં આગમન થયું હતું. ગુરૂવારે બપોરે 07-03-2024ના રોજ ત્રણ વાગે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પ્રવેશ કર્યો છે.
ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરવામાં આવશે.
LIVE: #BharatJodoNyayYatra flag handover ceremony in Dahod, Gujarat. https://t.co/ChWPCPTnBZ
— Congress (@INCIndia) March 7, 2024
કોંગ્રેસ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે.
Rahul Gandhi’s Yatra at Gujarat… Massive crowd have come in to welcome Rahul Gandhi here… pic.twitter.com/haLCoxsGCD
— Aaron Mathew (@AaronMathewINC) March 7, 2024
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન છ જાહેર બેઠક, 27 કોર્નર મીટીંગ અને 70થી વધુ સ્થળોએ સ્વાગત સમારોહ તથા ટાઉન પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે, ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરીએ મણીપુરથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા 60થી વધુ દિવસોમાં 6700 કિલોમીટરનો પ્રવાસ કરશે. જેમાં દેશના 110 જિલ્લાઓ અને 15 રાજ્યોને સાંકળી લેવામાં આવ્યા છે. યાત્રા દરમિયાન બેરોજગારી, ખેડૂતો અને મોંઘવારી સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.