Western Times News

Gujarati News

MGVCL આણંદ જિલ્લામાં નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાવાશે

વડોદરામાં મળેલી સફળતા બાદ હવે, આણંદ જિલ્લામાં કામગીરીનો પ્રારંભ થશે

આણંદ, એમજીવીસીએલ દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાડવામાં આવશે. જેની માટેની તૈયારીના ભાગરૂપે આણંદ શહેરમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. વડોદરામાં બેસાડવામાં આવેલા મીટરોને કારણે મળેલા સારા પરિણામોને ધ્યાને લઈને આ વીજ મીટરો આણંદ જિલ્લામાં પણ બેસાડવાની કામગીરી કરાશે.

જેથી સર્વે માટે આવનાર અધિકૃત કર્મચારીને સહકાર આપવા માટે આણંદ MGVCL સર્કલના અધિક્ષક ઈજનેર એમ.ડી. રાઠવાએ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત વીજ કંપનીના આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટરના સર્વેની કામગીરી ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે.

હાલ આ પ્રોજેકટમાં ટ્રાન્સફોર્મર સ્થળના સર્વેની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેકટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે. જેમણે આ અંગેની કામગીરી Intellismart કંપનીને આપેલ છે. કંપનીના જે ટીમના સભ્યો ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર, મીટર બોક્ષ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કશે.

તેઓને અધિકૃત સહી-સિક્કાવાળા ઓળખપત્ર આપવામાં આવેલ છે. સર્વેની કામગીરી થયા બાદ હયાત મીટર બદલીને નવા સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવવામાં આવશે. નવા સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર જે ગ્રાહકને ત્યાં લગાવવામાં આવશે તે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક પર નહીં આવે તેમજ સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટરથી ગ્રાહકનું વીજ વપરાશનું બિલ વધતું નથી. કોઈ વધારાના ચાર્જ લાગતા નથી.

તેમજ આ વીજ મીટર લાગવાને કારણે ગ્રાહક પોતાનું દૈનિક વીજ વપરાશ જાણી શકશે. સાથે સાથે વીજ બચત પણ કરી શકશે, હાલમાં પ્રથમ આણંદ જિલ્લામાં આવેલ આણંદ શહેરમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. જે તબકકાવાર તાલુકા મથકોએ પણ કરાશે. આ વીજ મીટરો બદલવાની કામગીરીમાં જિલ્લામાં આવેલા ખેતીવાડી સિવાયના રહેણાંક, કોમર્શિયલ તેમજ અન્ય પ્રકારના વીજ ગ્રાહકોને આવરી લેવામાં આવશે.

જેની માટેની સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ વીજ ગ્રાહકોએ સહકાર આપવા પણ અપી લકરવામાં આવી છે. આ સર્વેની કામગીરી પૂર્ણ થતા તા.૧લી મેથી વીજ મીટરો બેસાડી દેવાની કામગીરી શરૂ કરાશે. જેથી વીજ ગ્રાહકોને પણ તેનો ફાયદો થશે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.