આસિફા ભુટ્ટો ઝરદારીને ઔપચારિક રીતે દેશની પ્રથમ મહિલા તરીકે માન્યતા
ઈસ્લામાબાદ, ફર્સ્ટ લેડીનું નામ સાંભળતા જ મગજમાં એક જ વાત આવે છે કે તે રાષ્ટ્રપતિની પત્ની છે. પરંતુ પાકિસ્તાનમાં હવે આ પદ રાષ્ટ્રપતિની પુત્રીને આપવામાં આવી રહ્યું છે.
દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેમની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારીને દેશની પ્રથમ મહિલા તરીકે ઔપચારિક માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે પ્રથમ મહિલાનું બિરુદ રાષ્ટ્રપતિની પત્નીને જ આપવામાં આવે છે.
પાકિસ્તાનના રાજકીય ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે દેશના રાષ્ટ્રપતિએ પ્રથમ મહિલા પદ માટે પોતાની પુત્રીના નામની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હોય. ઝરદારીના આ નિર્ણયે તેમની પુત્રી આસિફાને ફર્સ્ટ લેડીના પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચાડી છે.
આ સાથે તે પ્રથમ મહિલા બનનારી રાષ્ટ્રપતિની પ્રથમ પુત્રી હશે. એવું કહેવામાં આવી રહ્યું છે ઓફિશિયલ જાહેરાત પછી આસિફા ભુટ્ટો ઝરદારીને પ્રથમ મહિલા મુજબ પ્રોટોકોલ અને વિશેષાધિકારો આપવામાં આવશે.
આસિફા ભુટ્ટો ઝરદારીનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૯૩ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમણે ૨૫ વર્ષની ઉંમરે પ્રથમ વખત સામાન્ય ચૂંટણી લડી હતી. તે પાકિસ્તાનની પ્રથમ બાળકી હતી જેને પોલિયોની રસી આપવામાં આવી હતી. આસિફા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.
તેણે બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં, તે તેના ભાઈ બિલાવલના સમર્થનમાં ઘણી રેલીઓમાં જોવા મળી હતી.
રવિવારે ૧૦ માર્ચે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના સહ-અધ્યક્ષ આસિફ ઝરદારીએ પાકિસ્તાનના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને બીજી વખત પદ સંભાળ્યું. ખાસ વાત એ છે કે સૈન્ય વડાઓ સિવાય ઝરદારી પાકિસ્તાનના એકમાત્ર નાગરિક ઉમેદવાર છે જે બીજી વખત રાજ્યના વડા તરીકે ચૂંટાયા છે. આ પહેલા તેઓ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા.SS1MS