Western Times News

Gujarati News

ફિલ્મમાં પોતાના પતિને રેખા સાથે જોઈને જયા રડી પડી હતી

મુંબઈ, ૧૯૭૦ના દાયકામાં રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે રોમાન્સ વિશે અફવાઓ ઉડી હતી, પરંતુ જ્યારે અમિતાભ આ બાબતે મોટે ભાગે મૌન રહ્યા હતા, ત્યારે રેખા પાછલા ઘણા વર્ષોમાં ઘણા ઇન્ટરવ્યૂમાં તેમના સંબંધો વિશે વાત કરતી રહી.

વર્ષ ૧૯૭૮માં રેખાએ દાવો કર્યો હતો કે તેણે ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ જોતી વખતે અમિતાભની પત્ની જયા બચ્ચનને રડતી જોઈ હતી. આ એ જ ફિલ્મ છે જેમાં રેખા અને અમિતાભ વચ્ચે રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ ૧૯૭૮માં રિલીઝ થઈ હતી, જે રેખા અને અમિતાભ વચ્ચેની રોમેન્ટિક ફિલ્મ હતી.

આ અંગે સ્ટારડસ્ટ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રેખાએ જણાવ્યું કે તેણે બચ્ચન પરિવારને પ્રોજેક્શન રૂમમાંથી ‘મુકદ્દર કા સિકંદર’ જોતા જોયો હતો.

રેખાએ કહ્યું હતું કે, ‘એકવાર જ્યારે તેઓ મુકદ્દર કા સિકંદરનો ટ્રાયલ શો જોવા આવ્યા ત્યારે હું પ્રોજેક્શન રૂમમાંથી આખા બચ્ચન પરિવારને જોઈ રહી હતી. જયા આગળની હરોળમાં બેઠી હતી અને અમિતાભ અને તેના માતા-પિતા તેની પાછળની હરોળમાં હતા.

તેઓ તેને એટલે કે જયાને એટલા સ્પષ્ટ રીતે જોઈ શક્યા નહોતા જેટલું નજીકથી મેં તેને નોટિસ કર્યું હતું. તમને જણાવી દઈએ કે રેખા-અમિતાભ સ્ટારર મુકદ્દર કા સિકંદર ૧૯૭૮ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. શોલે અને બોબી પછી તે દાયકાની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ પણ હતી. તે દરમિયાન અમારા રોમેન્ટિક દ્રશ્યો જોઈને મેં જયાની આંખોમાં આંસુ જોયા.

ટ્રાયલ શોના લગભગ એક અઠવાડિયા પછી રેખાએ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો પાસેથી સાંભળ્યું કે અમિતાભ હવે તેની સાથે કામ નહીં કરે. રેખાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, ‘એક અઠવાડિયા પછી ઈન્ડસ્ટ્રીમાં બધા મને કહેતા હતા કે તેઓએ તેમના નિર્માતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મારી સાથે કામ કરવાના નથી. ત્યારબાદ અફવાઓ વહેતી થઈ કે રેખા અને જયાની મિત્રતામાં તણાવ છે.

જો કે, ૧૯૯૦ના દાયકામાં સિમી ગરેવાલ સાથે એક ઇન્ટરવ્યૂમાં રેખાએ તેમની વચ્ચે કોઈપણ મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું, દીદીભાઈ (જયા) ખૂબ જ પરિપક્વ છે, હું હજી સુધી આટલી એકીકૃત હોય એવી કોઈ મહિલાને મળી નથી. તેને આટલી પ્રતિષ્ઠા, આટલો ઊંચો દરજ્જો મળ્યો છે.

તેની પાસે ઘણી તાકાત છે. હું તે સ્ત્રીની પ્રશંસા કરું છું. અમે એક જ બિÂલ્ડંગમાં રહેતા હતા. તે મારી દીદીભાઇ હતી, તે હજુ પણ છે – ભલે ગમે તે થાય, કોઈ તેને છીનવી નહીં શકે. ભગવાનનો આભાર તેઓને પણ આ વાતનો અહેસાસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.