Western Times News

Gujarati News

ગામોમાં પાયાની સુવિધા મળે રહી તે માટે સરકાર પ્રતિબદ્ધ : નીતિન પટેલ

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગામડાઓમાં રસ્તાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય. અને પીવાના પાણી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સંકલ્પ બદ્ધ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે બે લાખ ચાર હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

બજેટની જોગવાઇઓ મુજબ દરેક વિભાગ દ્વારા જનસુખાકારી અને જનસુવિધાના કામો રાજ્યના દરેક ગામમાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામોને વર્ષ ૨૦૨૨ સુધીમાં પાકા રસ્તાથી જોડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્યાદંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિમતિમાં આજે નડિયાદ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન જિલ્લા પંચાયત ભવન, ૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર નડિયાદ મહેમદાવાદ અમદાવાદ ચાર માર્ગિય રસ્તાના કામોનું ખાતમહૂર્ત કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના વસો ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આધુનિક સુવિધાસભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર થકી વસો તાલુકાના ૨૨ ગામોની ૮૪ હજાર વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે સુલભ થશે.

નાયબ મુખ્યમંત્રીએ માતર તાલુકાના ભલાડામાં ૭૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા સાથે મહિજ, મોદજ, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત છ ગામોમાં ૧૧૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેના દ્વારા ૧૪ ગામોની ૫૦ હજાર જેટલી વસ્તીને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડીસ્ટ્રીક્ટ મીનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટો દ્વારા ૭૧ લાખના ખર્ચે ફાળવવામાં આવેલ સાત એમ્યુહિત લન્સટ વાનનું લોકાર્પણ કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.