ડાયમંડ બુર્સના સંચાલકોને મહિનામાં 125 કરોડની બેન્ક ગેરેન્ટી જમા કરવા હુક્મ
ઈમારતના બાંધકામના ૫૩૮ કરોડ ન ચૂકવતા પીએસપી (PSP) લિમિટેડે કોર્ટમાં કરેલી અરજી આંશિક રીતે મંજૂર
સુરત, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું ગૌરવ અંકે કરનાર સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ એક મહિનામાં ૧૨૫ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા કોર્ટે હુક્મ કર્યાે છે. બુર્સના બાંધકામના રૂપિયા ૫૩૮ કરોડ ન ચૂકવતા વિવાદ સર્જાયો હતો. ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર કંપની પીએસપી લિમિટેડે સુરતની કમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી આંશિક રીતે મંજૂર કરાઈ છે. 125 crores per month to the managers of Diamond Burse ordered to deposit bank guarantee
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ગણાવાતી ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પી.એસ.પી. લિમિટેડ (Ahmedabad based PSP Limitd) કંપની અને હીરાબુર્સના વહીવટકર્તાઓ વચ્ચે બાંધકામના કોન્ટ્રાક્ટ પેટે રૂ.૫૩૮ કરોડના બાકી પેમેન્ટનો વિવાદ સર્જાયો હતો. કોન્ટ્રાક્ટ લેનારી કંપનીનો દાવો હતો કે, કામ પુરુ થઈ ગયાના લાંબા સમય બાદ પણ કાયદેસરના બિલોનું પેમેન્ટ નથી કરાયું. સામે બુર્સની બાંધકામ કમિટીએ કોન્ટ્રાક્ટ પ્રમાણે રૂપિયા બાકી નથી નીકળતા તેવી દલીલ કરી હતી. એટલે કંપની દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
ડાયમંડ બુર્સના કેસની આ માહિતી કંપની દ્વારા શેરહોલ્ડરોની જાણ માટે પોતાની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. પીએસપી લિમિટેડ કંપની દ્વારા હીરા બુર્સ પર રૂપિયા ૫૩૮ કરોડ અને કેસ દાખલ કર્યાની તારીખ સુધીનું વ્યાજ મળીને કુલ ૬૩૧ કરોડનો ક્લેમ કરવામાં આવ્યો છે. પી.એસ.પી. લીમિટેડ કંપની દ્વારા કોર્ટમાં કરાયેલી અરજી પર સ્પેશિયલ કોમર્શિયલ જજ એન્ડ એડિશનલ ડિસ્ટ્રીક જજ આશિષ.જે.એસ.મલ્હાત્રાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં કોર્ટે આ અરજીને આંશિક રીતે મંજૂર કરી હતી. ડાયમંડ બુર્સના સંચાલકોને ચાર અઠવાડિયામાં ૧૨૫ કરોડની બેન્ક ગેરેન્ટી જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી બેન્ક ગેરેન્ટી જમા નહીં કરાવાઈ ત્યાં સુધી હરાજી, ટ્રાન્સફર કે ત્રીજા પક્ષકારોને અધિકાર આપી શકશે નહીં. આ ઉપરાંત પક્ષકારો વચ્ચે થયેલા કરારો મુજબ વહેલામાં વહેલી તકે ૯૦ દિવસમાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં જવાનું રહેશે. તેવું પણ ફરમાન કરવામાં આવ્યું છે.