પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાએ લગ્ન કર્યા

મુંબઈ, પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડાની કઝિન મીરા ચોપડા નવા સંબંધોમાં બંધાઈ ગઈ છે. મંગળવારે તેણે બિઝનેસમેન રક્ષિત કેજરીવાલ સાથે જયપુરમાં સાત ફેરા લીધા છે. વેડિંગ સેરેમની ગ્રેડ હતી. મીરાએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, જેના પર હેવી વર્ક કર્યું છે.
દુલ્હનના વેશમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. તો વળી રક્ષિતે સફેદ રંગની શેરવાની પહેરી હતી. કપલના ચહેરા પર લગ્નની ખુશીઓ દેખાઈ રહી છે. ફોટોઝ શેર કરતા મીરાએ લખ્યું કે, હંમેશા માટે ખુશીઓ, ઝઘડા, હાસ્ય, આંસૂ અને જીવન ભરની યાદો..
હર જનમ તેરે સાથ #MeRa?’ શેર કરવામાં આવેલ પ્રથમ ફોટોમાં રક્ષિત, મીરાને વરમાળા પહેરાવે છે. એક અન્ય ફોટોમાં મીરા મંડપ તરફ આગળ જઈ રહી છે. એક અન્યમાં મીરા અને વર બંનેની ખુશી જોવા મળે છે.
યુઝર્સ તેમને શુભકામના આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, મીરા તમે લગ્ન કરી લીધા છે. શુભકામનાઓ. તો વળી અન્ય એકે લખ્યું છે કે, તમારી આ નવી જર્ની માટે શુભકામનાઓ. મીરાએ તમિલ, તેલુગૂ અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલીવુડમાં તેણે ગેંગ્સ ઓફ ઘોસ્ટ્સ, સેક્શન ૩૭૫, ૧૯૨૦ લંડન અને સફેદ જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. તે વેબ સીરીઝ દ ટેટૂ મર્ડર્સ અને હિચકી એન્ડ હુકઅપ્સ પણ કરી ચુકી છે.SS1MS