અભિનેતા અમિતાભ બચ્ચનને એક સમયે દેવું થઈ ગયું હતું
મુંબઈ, બિગ-બી, શહેનશાહ અને મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચને તેમના જીવનમાં ઘણી ખ્યાતિ મેળવી છે. તે મોટા પડદાની સાથે સાથે નાના પડદાના પણ બાદશાહ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચને બિઝનેસમાં હાથ અજમાવ્યો હતો.
અમિતાભ બચ્ચને એક કંપની ખોલી હતી. આ કંપનીનું નામ એબીસીએલ હતું. પરંતુ આ કંપનીએ બચ્ચનને ખૂબ જ ખરાબ સમય બતાવ્યો. તેમના પર ઘણું દેવું થઈ ગયું હતું. તે નાદારીની આરે પણ હતા. આ પછી મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ પણ અમિતાભને મદદની ઓફર કરી હતી. અમિતાભ બચ્ચનની કંપનીનું નામ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ હતું.
આ કંપનીની રચના વર્ષ ૧૯૯૬માં થઈ હતી. આ કંપની સાથે અમિતાભ બચ્ચને પ્રથમ વખત બિઝનેસમાં પ્રવેશ કર્યો. આ કંપની ફિલ્મ પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યૂશન અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. અમિતાભને આ કંપની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. તેમનું સ્વપ્ન વર્ષ ૨૦૦૦ સુધીમાં આ કંપનીની આવક વધારીને ૧૦૦૦ કરોડ રૂપિયા કરવાનું હતું.
અમિતાભ બચ્ચને ૬૦.૫૨ કરોડ રૂપિયા ખર્ચીને ABCL સ્થાપના કરી હતી. આ કંપનીને લઈને અમિતાભના ઘણા નિર્ણયો ખોટા સાબિત થયા. કંપની પર ભારે દેવું હતું. અમિતાભે જણાવ્યું હતું કે તેમના પર અલગ-અલગ લોકોનું લગભગ ૯૦ કરોડ રૂપિયાનું દેવું છે. દેવામાં ડૂબેલી આ કંપની આખરે નાદાર થઈ ગઈ. આ સાથે અમિતાભ પણ નાદાર થઈ ગયા. અમિતાભની આ કંપનીને ડૂબવામાં ઘણા પ્રોજેક્ટનો હાથ છે. છમ્ઝ્રન્ના બેનર હેઠળ બનેલી ફિલ્મ મૃત્યુદાતા જબરદસ્ત ફ્લોપ રહી હતી.
એબીસીએલની બીજી ફિલ્મ ‘સાત રંગ કે સપને’ પણ ચાલી નહીં. એબીસીએલએ એક એવી ફિલ્મમાં પૈસા રોક્યા જે ક્યારેય રિલીઝ ન થઈ શકે. આ ફિલ્મનું નામ હતું ‘નામ ક્યા હૈ. ABCL એ બેંગલુરુમાં ગાલા મિસ વર્લ્ડ શોનું પણ આયોજન કર્યું હતું. આ શો પણ સફળ રહ્યો ન હતો. આ શોને કારણે કંપની આર્થિક સંકટમાં ફસાઈ ગઈ હતી. અમિતાભ બચ્ચનને તેમના ખરાબ સમયમાં ઘણું સાંભળવું પડ્યું હતું.
અમિતાભ બચ્ચન કહ્યું હતું કે ‘હું ક્યારેય ભૂલીશ નહીં કે કેવી રીતે લેણદારો અમારા દરવાજા પર આવતા હતા, અમને દુર્વ્યવહાર કરતા હતા અને ધમકીઓ આપતા હતા. આના કરતાં ખરાબ શું હતું જ્યારે તેઓ ‘પ્રતીક્ષા’ જપ્ત કરવા અમારા ઘરે આવ્યા હતા.
રિલાયન્સ કંપનીની ૪૦મી વર્ષગાંઠ પર અમિતાભ બચ્ચને પોતાના મુશ્કેલ દિવસો વિશે જણાવ્યું હતું. અમિતાભે કહ્યું કે જ્યારે ધીરુભાઈ અંબાણીને મારી નબળી આર્થિક સ્થિતિ વિશે ખબર પડી તો તેમણે અનિલ અંબાણીને મારી પાસે મોકલ્યા.
અનિલ અંબાણી અમિતાભના મિત્ર છે. કોઈને પૂછ્યા વગર ધીરુભાઈએ અનિલને કહ્યું કે અમિતાભ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, તેમને થોડા પૈસા આપો. અમિતાભે કહ્યું, “જો અનિલ આવીને મને મળ્યો હોત. તે મને જેટલી રકમ આપવા માંગતો હતો તેનાથી મારી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ હોત. હું તેની ઉદારતા જોઈને ભાવુક થઈ ગયો હતો.SS1MS