યોદ્ધાની એક્ટ્રેસ રાશિ ખન્ના બ્લુ ડ્રેસમાં લાગી સુપર હોટ
મુંબઈ, અભિનેત્રી રાશિ ખન્ના આ દિવસોમાં યોદ્ધા મુવીને લઇને સતત ચર્ચામાં છે. રાશિ ખન્નાએ હાલમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જલદી અભિનેતા સિદ્ધાર્થ મલ્હાત્રાની સાથે એક્શન Âથ્રલર ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે. રાશિ ખન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચંડીગઢમાં યોદ્ધાના પ્રમોશન દરમિયાન લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં રાશિના ટર્ટલનેકની સાથે સ્લીવલેસ ટોપ અને મેચિંગ સ્કર્ટમાં તમે જોઇ શકો છો. આ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. અભિનેત્રીનો મેક અપ ન્યૂડ, બ્રાઉન લિપ્સ અને સ્મોકી આંખો પર આધારિત છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે સોનાની બંગડીઓ સાથે મેંચિગ ઝુમકા પહેર્યા છે. આ ઝુમખા અને બંગડીઓ એક્ટ્રેસના લુકમાં ચાર ચાંદ લગાવે છે.
આ સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખુલ્લા રાખીને લુક કમ્પ્લીટ કર્યો છે. ફિલ્મ યોદ્ધાના નિર્દેશન સાગર અમ્બ્રે અને પુષ્કર ઓઝાએ કર્યુ છે. આમાં દિશા પટની અને તનુજ વિરવાની પણ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને ૧૩,૦૦૦ કં ની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આમ, તમને જણાવી દઇએ કે બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની ફિલ્મ યોદ્ધાનું ટીઝર જોયા પછી ફેન્સ ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા છે.
આમ, તમને જણાવી દઇએ કે ફિલ્મ યોદ્ધા ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હાત્રા સિવાય દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શન ફિલ્મ યોદ્ધા હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્રારા નિર્મિત છે. આમ વાત કરવામાં આવે તો ટીઝર અને ફિલ્મનું પોસ્ટર જોયા પછી ફેન્સ મુવી જોવા માટે સુપર એક્સાઇટેડ છે.SS1MS