જૂનાગઢ APMC વિવિધ જણસીઓથી ઉભરાયું
જૂનાગઢ, આજે માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી હતી. આજે કુલ ૧૭ જણસીઓની આવક નોંધાઇ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે.
કારણ કે, ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે તુવેરની ૩,૭૬૮ Âક્વન્ટલની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે ખેડૂતોને તુવેર સારા એવા ભાવ મળ્યા હતા.
આજે ૩,૯૭૮ Âક્વન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨,૦૭૮ રૂપિયા એક મણનો નીચો ભાવ ૧,૮૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૯૭૦ રૂપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. અડદની આજે આવક નોંધાઈ નથી. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ હતી, ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.
ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યાં હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન, તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની ૪,૦૩૭ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૬૨૬, નીચો ભાવ ૪૬૦ અને એક મણનો સામાન્ય ભાવ ૪૮૦ રૂપિયા નોંધાયો હતો.
લોકવન ઘઉંની ૬,૦૫૫ Âક્વન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ ૫૯૬ એક મણનો નીચો ભાવ ૪૫૦ અને સામાન્ય ભાવ ૪૮૫ રૂપિયા નોંધાયો હતો. જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઇ હતી. યાર્ડમાં થોડા દિવસો પહેલાં ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો.
જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઉંચા ભાવ ૧,૩૧૪ રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ ૧,૦૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૧૮૦ રૂપિયા નોંધાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા, ત્યારે આજે સોયાબીનની ૮૮૭ Âક્વન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં એક મણ સોયાબીનના ૮૮૨ રૂપિયા ભાવ બોલાયો હતો, જયારે સામાન્ય ભાવ ૮૬૦ રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ ૮૦૦ રૂપિયા રહ્યો હતો.SS1MS