હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને જીરુંની પુષ્કળ આવક
જામનગર, જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં અત્યારે નવા ધાણા અને જીરું સહિતના અનેક જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સુકી ડુંગળી, કપાસ, અજમો અને લસણ સહિતના પાકની આવક થઈ રહી છે. આજે ૧૮૪૮ ખેડૂતો જણસી વેચવા માટે આવતા ૭૪,૪૭૪ મણ જણસીની આવક નોંધાઇ હતી.
યાર્ડમાં અજમાના ભાવ પણ ખેડૂતોને માંગ્યા મોઢે મળી રહ્યાં છે. અજમાનો ભાવ ખેડૂતોને ૪ હજારથી વધારે મળ્યો હતો. અજમાની આવક યાર્ડમાં ૧૬૯૧ મણ થઈ છે. યાર્ડમાં ૨૭ જેટલા ખેડૂતો અજમાનો પાક લઈને પહોંચ્યા હતા. અજમાનો ભાવ ખેડૂતોને ૨૧૫૦થી ૪૦૦૦ રૂપિયા મળ્યો હતો. જીરુંની આવક યાર્ડમાં ૧૨૨૫૮ મણ થઈ છે. જીરુંનો ભાવ ખેડૂતોને ૩૦૦૦ રૂપિયાથી લઈને ૫૨૦૫ રૂપિયા મળ્યો હતો.
૪૧૬ જેટલા ખેડૂતો જીરુંનો પાક લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. વધુમાં ૨૭૦ ખેડૂતો ધાણા વેચવા માટે આવતા યાર્ડમાં ૧૨,૩૮૮ મણ ધાણાની આવક નોંધાઈ હતી અને તેના ભાવ ૧૨૦૦ રૂપિયાથી માંડી ૧૯૦૦ રૂપિયા જેવા રહ્યા હતા. લસણની યાર્ડમાં ૫૯૭ મણ આવક થઈ છે.
યાર્ડમાં લસણનો ભાવ ૯૫૦ થી ૨૧૬૦ રૂપિયા મળ્યો હતો. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ ખેડૂતોને ૧૨૩૦ રૂપિયા થી ૧૬૯૫ રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં કપાસની આવક ૬૫૯૦ મણ થઈ છે. યાર્ડમાં ૨૬૭ થી વધારે ખેડૂતો કપાસનો પાક લઈને પહોંચ્યા હતા. આમ યાર્ડમાં ૭૪૪૭૪ મણ જણસીની આવક થઈ છે અને ૧૮૪૮ થી વધારે ખેડૂતો જણસીનો પાક લઈને પહોંચ્યા હતા.SS1MS