દિલ્હીમાં વધુ એક અગ્નિકાંડ : કિરાડી ગોડાઉનની આગમાં નવ ભડથુ થયા
નવી દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કિરાડી ખાતે એક ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ થઇ ગયા છે. સાથે સાથે અનેક લોકો દાજી ગયા છે. જેમની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આગની ઘટના અંગે માહિતી મળ્યા બાદ તરત જ ફાયરબિગ્રેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
તરત જ આગ પર કાબુલ મેળવી લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરવામા આવી હતી. ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે ત્રણ લોકોના મોત તો ઘટનાસ્થળ પર થઇ ગયા હતા. અન્ય છ લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા.
પોલીસે માહિતી આપતા કહ્યુ છેકે પહેલા સિલેન્ડરબ્લાસ્ટ અંગે માહિતી મળી હતી. જેના કારણે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડેથી જાણવા મળ્યુ હતુ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ છે.
દાજી ગયેલા લોકોને સારવાર માટે તરત જ ખસેડી દેવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે. પોલીસે માહિતી આપતાકહ્યુ છે કે પહેલા ઉંડી તપાસ કરવામાં આવ્યાબાદ જ માહિતી મળી શકશે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળક કરવામાં આવી રહી છે. અહીં સુરક્ષા સાથે સંબંધિત કોઇ નિયમો પાળવામાં આવ્યાન હતા. આગને રોકી શકાય તેવા કોઇ સાધન ન હતા.
આ સંબંધમાં આસપાસ રહેતા લોકોની પુછપરછ માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવી રહી છે. ગઇકાલે જ ઐએક વિસ્તૃત હેવાલ જારી કરવામાં આવ્યો છે જેમાં દુનિયાના દેશોમાં આગની ઘટના અગે માહિતી આપવામાં આવી છે. ભારતમાં પણ ૧૯૯૦થી ૨૦૧૭ની વચ્ચે આગની સાથે સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ગાળા દરમિયાન મોતની સંખ્યામાં આશરે ૩૦ ટકાનો ઘટાડો થયો છે.રિપોર્ટમાં જુદા જુદા દેશોમાં વર્ષ ૨૦૧૭ના આંકડા જારી કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં વર્ષ ૨૦૧૭માં ૨૭૦૨૭ લોકોના મોત આગની ઘટનામાં થયા હતા.
જ્યારે સમગ્ર દુનિયામાં આગ લાગવાની આશરે ૯૦ લાખ ઘટનાઓમાં ૧.૯૦ લાખ લોકોના મોત થયા હતા. આગના કારણે જાન ગુમાવી દેનાર દરેક પાંચમી વ્યક્તિ ભારતીય હોવાની ચિંતાજનક વિગત ખુલી છે. ડીએમજે ઇન્જરી પ્રવેન્શન જનરલમાં તાજેતરમાં જ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આગ લાગવાની ૧૬ લાખ ઘટનાઓ બની છે જેમાં ૨૭૦૨૭ લોકોના મોત થયા છે.
આ રિપોર્ટમાં ૧૯૫ દેશોના આંકડા સામેલ કરવામાં આવ્યા છે. ભારતમાં મૃતકોની સંખ્યા ચીનની સરખામણીમાં ૨.૫ ગણા વધારે છે. ૨૦૧૭માં આગના કારણે ચીનમાં ૧૦૮૩૬ લોકોના મોત થયા છે. ભારત, પાકિસ્તાન સહિત સાત દેશોમાં આગની ઘટનાઓમાં મોતનો આંકડો વધારે રહ્યો છે. હેવાલમાં દાવો કરાયો છે કે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો અને ૬૦ વર્ષથી વધુ વયના લોકો વધુ શિકાર થયા છે.