પતિએ જ પત્નીના 1.60 લાખના દાગીના અને 7 લાખ રોકડની ચોરી કરી
(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં પતિએ જ પત્નીના ૧.૬૦ લાખના દાગીના તથા મકાન લેવા માટે કબાટમાં મુકેલ ૭ લાખ રૂપિયા ચોરી કર્યા હોવાની ફરિયાદ નરોડા પોલીસ મથકમાં નોંધાઇ છે. પતિ સામે પત્નીની ફરિયાદ લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં ૩૫ વર્ષિય અંકિતાબહેન યજ્ઞેશભાઇ રાવલ પતિ, સાસુ અને દીકરી સાથે રહે છે અને ઘરમાં મદદ રૂપ થવા માટે જુદી જુદી જગ્યાએ નોકરી કરે છે.
અંકિતાબહેનનો નોકરીનો સમય બપોરે ૧૨થી રાત્રે ૮ વાગ્યાનો છે. પતિ યજ્ઞેશ પણ થોડા દિવસોથી ડ્રાઇવીંગ કરવા જાય છે. અંકિતાબહેન પાસે રહેલ સોના ચાંદીના ૧.૬૦ લાખના દાગીના તેમને કબાટમાં મુક્યા હતા. બીજી તરફ મકાન લેવાનું હોવાથી અંકિતાબહેને સમીર પઠાણ પાસેથી ૨.૧૫ લાખ, ડી.કે. ભાઇ પાસેથી ૧.૫૦ લાખ ઉછીના લીધા હતા. જ્યારે તેમની પાસે બચાવેલ ૩.૬૫ લાખ રૂપિયા હતા.
આ તમામ પૈસા અને દાગીના એક કબાટમાં મુકેલા હતા. જેની એક ચાવી અંકિતાબહેન પાસે અને બીજી ચાવી પતિ પાસે રહેતી હતી. ૧૨મીના રોજ દીકરી તથા સાસુ હિંમતનગર ખાતે જવા નિકળ્યા હતા.