Western Times News

Gujarati News

બબીતાજીની ટપુડા સાથે ખરેખર થઇ ગઇ સગાઇ?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારર ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા અને ‘જેઠાલાલ’ના દીકરો ટપ્પૂનું પાત્ર ભજવનાર રાજ અનડકટને લઇને સમાચાર આવ્યાં કે બંનેએ પરિવારની હાજરીમાં સગાઇ કરી લીધી છે અને જલ્દી જ બંને લગ્નના બંધનમાં પણ બંધાઇ જશે.

આ સમાચાર આગની જેમ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ ગયાં તો ૩૬ વર્ષની મુનમુન દત્તા સાથે પોતાના સંબંધોને લઇને રાજ અનડકટે મૌન તોડ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ટપ્પૂ એટલે કે રાજ અનડકટ અને એક્ટ્રેસ મુનમુન દત્તાના લવ અફેરની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું જ્યારે તેમને લઇને એવા સમાચાર આવ્યાં કે, બંનેએ પરિવારની મંજૂરીથી સગાઇ કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર એક સમાચાર એવા વહેતાં થયાં, જેણે સૌ કોઇના હોશ ઉડાવી દીધાં. આ સમાચાર પર મૌન તોડતાં રાજ અનડકટે મૌન તોડીને હકીકત બધાની સામે લાવી છે.

મુનમુન દત્તા અને રાજ અનડકટના ડેટિંગના સમાચાર વર્ષ ૨૦૨૧માં પહેલીવાર સામે આવ્યા હતા, થોડા દિવસો બાદ રાજ અનડકટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહી દીધું હતું. ૧૩ માર્ચે તેમની સગાઈના સમાચાર વાયરલ થયા હતા.

આ સાંભળીને ફેન્સ પણ એક ક્ષણ માટે ચોંકી ગયા. જ્યારે ફેન્સ હકીકત જાણવા માંગતા હતા, ત્યારે માત્ર રાજ અનડકટે જ નહીં પરંતુ મુનમુન દત્તાએ પણ આ મામલે મૌન તોડ્યું હતું.

એક્ટર રાજ અનડકટે મુનમુન દત્તા સાથેની સગાઈના સમાચાર પર રિએક્શન આપતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – ‘હેલો, ફક્ત એક વાતની સ્પષ્ટતા કરવા માટે, તમે સોશિયલ મીડિયા પર જે સમાચાર જોઈ રહ્યા છો તે ખોટા અને પાયાવિહોણા છે. મુનમુન દત્તાની ટીમે પણ આ સમાચારને નકારી કાઢ્યા હતા.

એક્ટ્રેસની ટીમે કહ્યું કે સગાઈ સંબંધિત જે પણ સમાચારો સામે આવી રહ્યા છે તે માત્ર એક અફવા છે અને સંપૂર્ણપણે ખોટા છે. મુનમુને એક ઇન્સ્ટા સ્ટોરી પણ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે ફેક ન્યૂઝ તો ચાલતી રહેશે.

ખરેખર, એક સમાચાર વાયરલ થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે બંનેએ તાજેતરમાં જ મુંબઈની બહાર ગુજરાતના વડોદરામાં તેમના પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. આ સમાચાર બંનેના નજીકના સૂત્રોને ટાંકીને સામે આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.