શાહિદ કપૂર અને આલિયા ભટ્ટે ‘22મા ઝી સિને એવોર્ડ્સ 2024′ માં હૂક સ્ટેપ ચેલેન્જ સ્વીકારી
સિતારાઓથી સજેલ ‘મારુતિ સુઝુકી એરેના પ્રસ્તુત 22મા ઝી સિને એવોર્ડ્સ માટે તમારા કૅલેન્ડર્સને ચિહ્નિત કરો, જ્યાં તમારા મનપસંદ કલાકારો સ્ટેજ પર પ્રદર્શન કરતા જોવા મળશે અને આ વર્ષે તેમના શ્રેષ્ઠ કામ માટે સન્માનિત કરવામાં આવશે. જ્યારે બી-ટાઉનની ઘણી સેલિબ્રિટીસે આ આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે આપણા બોલિવૂડના હેન્ડસમ હંક – શાહિદ કપૂર હતા, જેમણે તેમના અસાધારણ ડાન્સ પર્ફોર્મન્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું, અને તેમણે આ કાર્યક્રમ દરમિયાન મનમોહક આલિયા ભટ્ટ સાથે એક મજાની ચેલેન્જ સ્વીકારી હતી.
તેમની ભવ્ય એરિયલ એન્ટ્રી એ દર્શકોને ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા. ‘મૌજા હી મૌજા’, ‘શામ શાનદાર’, અને ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જેવા ગીતો પર તેમણે જોશીલો ડાન્સ કરીને ચાહકોને ભરપૂર મનોરંજન કરાવ્યું હતું. તેમણે માત્ર બોલિવૂડની તેમની પ્રખ્યાત હિટ ફિલ્મો પર પાવર-પેક્ડ પર્ફોર્મન્સ જ આપ્યું નહીં પરંતુ આલિયા ભટ્ટ સાથે હૂક સ્ટેપ ચેલેન્જ પણ સ્વીકારી લીધી. ‘શાનદાર’ની જોડીએ એકબીજાના ગીતો ‘ઢોલિડા’ અને ‘સાડી કે ફોલ સા’ પર ડાન્સ કરીને લોકોને ખુશ કરી દીધા. દર્શકો તેમના પર્ફોમન્સથી ખુશ થઇ ગયા હતા.
શાહિદે કહ્યું, “આ સતત બીજું વર્ષ છે જ્યારે હું ઝી સિને એવોર્ડ્સમાં પરફોર્મ કરી રહ્યો છું અને હું રોમાંચિત છું. હું મારા તમામ ગીતો સાથે ખૂબ જ જોડાયેલો છું અને દર વખતે જ્યારે પણ હું ભીડની સામે લાઇવ પર્ફોમન્સ રજૂ કરું છું ત્યારે હું આ વિશ્વની ટોચ પર હોવાનો અનુભવ કરું છું. મને મારી સિફ્રા, કૃતિ સેનન સાથે એક સેગમેન્ટની સહ-હોસ્ટિંગ કરવામાં પણ એટલી જ મજા આવી. લોકોએ અમારી ફિલ્મ પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે અને હું યજમાનના રૂપમાં અમારા સૌહાર્દપૂર્ણ સંબંધોને પહેલીવખત જોવા માટે હું રાહ જોઈ શકતો નથી.”
આ પ્રભાવશાળી સ્ટાર્સની આવી હૃદયસ્પર્શી ક્ષણોને ચૂકશો નહીં! ઝી સિનેમા, ઝી ટીવી અને ઝી5 પર પ્રસારિત થતા મારુતિ સુઝુકી એરેના પ્રસ્તુત 22મા ઝી સિને એવોર્ડ્સ 2024ના સાક્ષી બનવા માટે 16મી માર્ચ, શનિવારે સાંજે 7:30 વાગ્યે ટ્યુન ઇન કરો.