બે ભાઈઓએ તલવારથી માથાભારે યુવકના હાથ કાપી નાખ્યા
(એજન્સી)અમદાવાદ, બાપુનગર વિસ્તારમાં સ ામાન્ય બાબતમાં બે ભાઈઓએ એક માથાભારે યુવકના હાથ તલવારથી કાપી નાખતાં ચકચાર મચી ગઈ છે. પહેલાં માથાભારે યુવકે છરી વડે બે ભાઈઆએ પર હુમલો કર્યાે હતો, જેમાં એક ઘાયલ થયો હતો, જ્યારે તેનો બદલો લેવા માટે બંને યુવકોએ તલવાર અને પાઈપ વડે હુમલો કર્યાે હતો. માથાભારે યુવકના માથામાં પાઈપ માર્યા બાદ બંને ભાઈઓએ તેના હાથ કાપી નાખ્યા હતા.
બાપુનગરમાં આવેલા આમીદનગરમાં રહેતા મોહમ્મદ ઉસ્માન ગનીભાઈ મનસુરીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં રહીમ રાજપૂત અને રશીદ રાજપૂત (બંને રહે. સુંદરમનગર, બાપુનગર) સામે હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ઉસ્માન માતા, પત્ની, બાળકો તેમજ ભાઈ-ભાભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. ઉસ્માન સુંદરમનગરના મેદાન પાસે બરફનો ધંધો કરે છે, જ્યારે તેનો એક ભાઈ સમશેર બોપલમાં ટેલરિંગનું કામ કરે છે અને બીજો ભાઈ સરફરાજ ઉર્ફે બાબા કાલિયા બેકાર છે.
ઉસ્માન ઘરે આરામ કરતો હતો ત્યારે સરફરાજ ઉર્ફે બાબા કાલિયાની બૂમો સંબળાઈ હતી. ઉસ્માન તેમજ તેનો ભાઈ સમશેર અને ઘરના બીજા સભ્યોએ બહાર જઈને જોયું તો સરફરાજ ઉર્ફે કાલિયા લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. સરફરાજના બંને હાથ કપાયેલા હતા અને તેને શરીર પર ઈજાઓ પહોંચી હતી. સરફરાજને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાંં આવ્યો હતો.
સરફરાજને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણએ ઉસ્માન સહિત ઘરના સભ્યોને જણાવ્યું હતું કે, રહીમ રાજપૂત અને તેના ભાઈ રશીદ રાજપૂતે તેના પર તલવાર વડે હુમલો કર્યાે છે. રહીમ અને રશીદ બાપુનગર વિસ્તારમાં આવેલા સુંદરમનગર ખાતે રહે છે અને માથાભારે શખ્સો છે. સરફરાજ રહેમનગરના મેદાન પાસે ઉભો હતો ત્યારે રશીદ, રહીમ તેની પાસે આવ્યા હતા
અને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે, કેમ તું તે દિવસે દાદાગીરી કરતો હતો. સરફરાજે ગાળો બોલાવની ના પાડતાં બંને જણા ઉશ્કેરાયા હતા અને હુમલો શરૂ કરી દીધો હતો. રશીદે સસરફરાજના માથામાં પાઈપનો ફટકો મારી દીધો હતો, જ્યારે ર હીમ બે હાથ પર તલવારનો ઘા ઝીંકી દીધો હતો. ઈજાગ્રસ્ત સરફરાજને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઉસ્માનની ફરિયાદ બાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અબ્દુલરશીદ કુરેશીએ સરફરાજ ઉર્ફે કાલિયા વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. અબ્દુલરશીદ કુરેશી સંયુક્ત પરિવારમાં રહે છે અને ઓઢવ રિંગરોડ પર આવેલા જગન્નાથ એસ્ટેટમાં સ્ટીલના વાસણા ે બનાવવાના કારખાનામાં કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ રશીદ ઘરે સૂતો હતો ત્યારે તેને મોટો ભાઈ અબ્દુલરહીમ આવીને તેને જગાડીને કહેવા લાગ્યો હતો કે બાબા કાલિયાએ તેને લાફા મારી દીધા છે.
રહીમે તેને વધુમાં જણાવ્યું છે કે જ્યારે તે રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સરફરાજ ઉર્ફે કાલિયાએ તેને રોક્યો હતો અને લાફા મારી દીધા હતા. કાલિયાએ ગાળો બોલતાં આસપાસના લોકો આવી ગયા હતા, જેથી તે નાસી ગયો હતો.