ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રી
મુંબઈ, ભારતીય ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ફેન્સને ચોંકાવી દીધા હતાં. રામ ગોપાલ વર્માએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એક્સ અકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા સૂચના આપી છે કે તેઓ આ વખતે આંધ્ર પ્રદેશની પીથાપુરમથી ચૂંટણી લડશે.
રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રીને અચાનક ગણાવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ નિર્માતાના પોસ્ટ તેલુગુ દેશમ પાર્ટી-ભારતીય જનતા પાર્ટીના જન સેના ગઠબંધનની ઘોષણાને ખૂબ જ મળતી આવે છે. જેમાં ખુલાસો કર્યો છે કે, અભિનેતા અને જેએસપી પ્રમુખ પવન કલ્યાણ પીથાપુરમ સીટથી ચૂંટણી લડશે. પોસ્ટ શેર કરતા જ ફેન્સ તેમને શુભકામના આપવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ આ વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તેમાં લખ્યું છે કે, લોકસભા ચૂંટણી લડશે કે વિધાનસભાની. આપને જણાવી દઈએ કે, રામ ગોપાલ વર્માનો જન્મ આંધ્ર પ્રદેશમાં થયો હતો.
રામ ગોપાલ વર્મા ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એ લોકોમાં સામેલ છે, જેમણે ક્યારેય પણ રાજકારણ અને રાષ્ટ્રીય મુદ્દા પર બોલવાથી દૂર નથી ભાગ્યા. તેમના વિવાદાસ્પદ ટ્વીટ અને નિવેદનો મોટા ભાગે મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે.SS1MS