આ કારણસર અમદાવાદ કોર્પાેરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ અપાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશનના એક વોર્ડ ઇસ્પેક્ટરની ૧૦ વર્ષની અપ્રમાણસર મીલકતની તપાસ કરી હતી જેમાં આવકના ૩૦૬ ટકા કરતા વધુ અપ્રમાણસરની મિલકત વસાવી હતી. વોર્ડ ઇસ્પેકટરે તેના,પત્ની અને સંતાનોના નામે મિલકત વસાવી હતી. આ અંગે એસીબીએ ગુનો નોધી આરોપી સુનિલની શોધખોળ આદરી હતી પરંતુ તેને પકડવામાં પોલીસ નિષ્ફળ ગઇ હતી.
આગોતરા જામીન માટે આરોપીએ પ્રયાસો કર્યા હતા પરંતુ કોર્ટે આ આપ્યા ન હતા. દરમિયાનમાં તે એસીબી સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને આગામી ૧૮ માર્ચ સવારે ૧૧ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એસીબીમાં હાજર થનાર વોર્ડ ઇસ્પેકટર સુનિલ રાણાને એસીબીએ વીધીવત રીતે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપી સુનિલના ૧૮મી માર્ચ સવારે ૧૧ વાગ્ય સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એસીબી આરોપી ક્યાથી ભ્રષ્ટાચાર કર્યો અને હજુ પણ ક્યા પ્રોપર્ટી કે અન્ય કોના નામે લીધી સહિત અનેક મુદ્દા પર તપાસ કરશે. કેસની વિગતો એવી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઇસ્પેક્ટરની એસીબીએ ધરપકડ કરી છે. તેના પાસે મોટા પ્રમાણેમાં અપ્રમાણસર મિલકત હોવાની માહિતી એસીબીને મળી હતી. આ માહિતી આધારે એસીબીએ દાણાપીઠ મધ્યઝોન ખાતે એસ્ટેટ ટીડીઓ વિભાગમાં નોકરી કરતા
વોર્ડ ઇન્સ્પેકટર સુનિલકુમાર કુમુદચંદ્ર રાણા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જેમાં એસીબીએ વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ સુધીની તપાસ કરતા ૨.૭૫ કરોડ કરતા વધુની ગેરકાયદેસર રીતે મેળવેલી અપ્રમાણસર મીલકત મળી આવી હતી. એસીબીએ તપાસ કરતા ૩૦૬ ટકાથી વધુ અપ્રમાણસરની મીલકત મળી આવી હતી.
આ મિલકત પોતાના, પોતાની પત્ની, સંતાનોના નામે વસાવેલી હતી. આ અપ્રમાણસરની મિલકત અંગે સુનિલ રાણા સામે ગુનો નોધાયો હતો. આ સિવાય પણ ૪૦.૩૮ લાખની સંપતી તપાસ દરમિયાન વધારાની મળી આવી હતી.
આરોપી સુનિલ રાણાએ સીટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે તેને ના મંજૂર કરી હતી.બાદમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવી આગોતરા અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે પણ ના મંજૂર કરી હતી.