ઝારખંડના શખ્સને ઓરિસ્સાથી સાઇબર ક્રાઇમે ઝડપ્યો
રાજ્યની સુરક્ષા એજન્સીઓને ધમકીભર્યાે ઈમેલ કરી બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી
(એજન્સી)અમદાવાદ , અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં ૨૬-૧૧ જેવા સિરિયલ બ્લાસ્ટ જેવા બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઇમેલ રાજ્યની અને શહેરની અલગ અલગ એજન્સીઓને ઇમેલઇ દ્વારા મળી હતી. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે તપાસ કરતા ઓરિસ્સાથી આરોપીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી હતી.
સુરક્ષા એજન્સીઓએ આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેમજ તેના રિમાન્ડ મેળવવા પણ કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી આ ષડયંત્ર પાછળ કોણ છે અને કેમ ધમકી આપી હતી કે, કરવાનો આશય શું હતો તે અંગે તપાસ હાથ ધરી
છે.
તાજેતરમાં ગુજરાત, અમદાવાદ શહેર સહિત રાજ્યની અન્ય એજન્સીઓને ઓન લાઇને એખ ઇમેઇલ આવ્યો હતો. આ ઇમેઇલના મેસેજ જોઇ આઇબી સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઇ હતી. એજન્સીઓને ગુજરાતમાં અને શહેરોમાં ૨૬-૧૧ જેવા હુમલા કરવામાં આવશે.
એજન્સીઓએ તપાસ કરતા ફેક ફેસબુક એકાઉન્ટ પરથી આતંકવાદને લગતા પોસ્ટરો અને પોસ્ટ કરવામાં આવી હતી. તપાસ કરતા ઓરિસ્સાના બ્રજરાજનગર ખાતેથી આ ગેરકાયદે પ્રવૃતિ થઇ રહી હોવાની માહિતી એજન્સીઓને મળી હતી. દરમિયાનમાં સાઇભર ક્રાઇમ દ્વારા તેમાં ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસમાં જાવેદ સલામુ અંસારી (ઉ.૨૮ ) સામેલ હોવાનું બહાર આવતા ઓરિસ્સા ટીમ પહોચી તેની ધરપકડ કરી હતી.
આરોપી જાવેદ અંસારી ઓરિસ્સાના ઝાર્સુગુડા જિલ્લાના બ્રજરાજનગર ગામમાં રહેતો હતો અને તે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.