યો યો હની સિંહ એક ગીત માટે લે છે ૨૫-૩૦ લાખ
મુંબઈ, ભારતમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાના પરિવાર અને કરિયર માટે પોતાનો દેશ છોડી દીધો. આ લિસ્ટમાં દિલીપ કુમારથી લઈને અદનાન સામી સુધીના નામ સામેલ છે.
પરંતુ શું તમે તે પાકિસ્તાની પિતાના દીકરાને જાણો છો, જે પાડોશી દેશ છોડીને ભારત આવ્યો હતો અને પછી અહીંના જ બનીને રહ્યાં. તેમના દીકરાએ ઘણો સંઘર્ષ કર્યો અને માત્ર થોડા જ વર્ષોમાં તે સ્થાન હાંસલ કર્યું, જેને હાંસલ કરવામાં લોકોને વર્ષો લાગે છે. આજે ૪૧ વર્ષનો આ રેપર એક સોન્ગ માટે ૨૫ થી ૩૦ લાખ રૂપિયા લે છે. સિનેમામાં માત્ર ફિલ્મો જ નહીં, દર્શકોને ગીતો પણ ખૂબ જ પસંદ આવે છે.
ગીતોની સાથે રેપનો પણ ટ્રેન્ડ વધી ગયો છે, જે આજના યુવાનોને ખૂબ પસંદ છે. ક્લબ હોય કે પાર્ટીઓ, આજના સેલિબ્રેશન ગીતો વિના અધૂરા છે. રેપર બાબા સહગલ એ નામ છે જેણે આ ટ્રેન્ડ લાવ્યો અને ૯૦ના દાયકામાં તેને ફેમસ પણ કર્યો.
આ પછી બાદશાહ, રફ્તાર જેવા ઘણા નામ આવ્યા, પરંતુ શું તમે જાણો છો કે રેપર, જે એક સમયે દુકાન ચલાવીને પોતાનું ઘર ચલાવતો હતો અને આજે ભારતનો સૌથી અમીર રેપર બની ગયો છે. આજે અન્ય તમામ રેપર્સને પાછળ છોડીને ભારતનો સૌથી ધનિક રેપર યો યો હની સિંહ બની ગયો છે.
આજે કરોડોની સંપત્તિના માલિક બની ગયેલા હની સિંહના પિતા સરદાર સરબજીત સિંહ પાકિસ્તાની રેફ્યૂજી હતા. ભાગલા વખતે તે પાકિસ્તાનથી ભારત આવ્યા અને દિલ્હીમાં સ્થાયી થયા અને બાદમાં પંજાબના હોશિયારપુરમાં રહેતી તેમની માતા ભૂપિન્દર કૌર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, ૧૫ માર્ચ, ૧૯૮૩ ના રોજ, તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો, જેનું નામ તેમણે હિરદેશ સિંહ રાખ્યું.
ગાવાનો શોખીન હિરદેશ સિંહ પછીથી યો યો હની સિંહના નામથી ફેમસ થયો. હની સિંહ રેપર બનતા પહેલા દુકાનદાર હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હની સિંહ એક સમયે પોતાનું ગુજરાત ચલાવવા માટે મોબાઈલ ફોન વેચતો હતો. પોતાની મહેનતથી તે સફળતાના શિખરો પર પહોંચ્યો અને બોલિવૂડનો સુપરસ્ટાર સિંગર બન્યો.
હની સિંહના સિંગિંગ કરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૧માં થઈ હતી અને જોતજોતામાં તે સફળતાના શિખરો પર પહોંચી ગયો હતો. ઇન્ડસ્ટ્રીમાં નવા અંદાજ સાથે પંજાબી ગીતો રજૂ કરીને હની સિંહ રાતોરાત યુવાનોમાં લોકપ્રિય બની ગયો હતો. ૧૧-૧૧-૧૧ રેપર હની સિંહે તેનું પહેલું પંજાબી આલ્બમ રિલીઝ કર્યું,
જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. એ દિવસ હતો અને આજનો દિવસ છે, તેના દરેક મ્યુઝિક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી, સિંગરનું નસીબ એવું ચમક્યું કે તેણે બેક-ટુ-બેક ઘણા હિટ આલ્બમ્સ રિલીઝ કર્યા, જેના કારણે બોલિવૂડમાં પણ રેપરનું નામ ચર્ચાતું થયું.
યો યો હની સિંહના સૌથી પોપ્યુલર ચાર્ટબસ્ટર્સમાં ‘લક ૨૮ કુડી દા’, ‘ભગત સિંહ (ધ ટ્રિબ્યુટ)’, ‘ડાન્સ વિથ મી’, ‘ગબરૂ’, ‘પંગા’, ‘ચસ્કા’, ‘હાય મેરા દિલ’, ‘યાર ભતેરે’, ‘અચકો મચકો’નો સમાવેશ થાય છે અને આ લિસ્ટ હજુ પણ ચાલુ છે. જો કે વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે તેણે કંઈક ગુમાવ્યું, પરંતુ તેણે મુશ્કેલીઓનો સામનો કર્યો અને ફરીથી પોતાને સાબિત કરી.SS1MS